મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસા, પથ્થરમારો અને ભીષણ આગ
April 09, 2025
મુર્શિદાબાદ જિલ્લાના જાંગીપુર વિસ્તારમાં વકફ કાયદા વિરુદ્ધ એક વિશાળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ હિંસક બન્યો અને વિરોધીઓએ પોલીસ વાહનને આગ ચાંપી દીધી હતી. આગ લગાવવાની સાથે પથ્થરમારો પણ કરાયો હતો. પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ કાબુ બહાર થઇ હતી. અને પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં શુક્રવારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જાંગીપુર વિસ્તારમાં યોજાયેલા વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વકફ બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું. જ્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઘર્ષણ શરૂ થયું હતું. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનોને આગ ચાંપી દીધી હતી.
ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો. આ અથડામણ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમાં કેટલાક પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. અથડામણ બાદ વિસ્તારમાં તણાવ છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. જ્યારે વિરોધીઓએ સ્પષ્ટ કર્યું છે કે વક્ફ સુધારા બિલ પાછું ખેંચવામાં ન આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026