ઈઝરાયલના હુમલા બાદ ઈરાનને ચેતવણી ''વળતા હુમલાનું વિચારતા નહીં''

October 26, 2024

ઈઝરાયલે 25 દિવસ પછી ઈરાન પર વળતો હુમલો કર્યો છે. તેને ઈરાનની રાજધાની તહેરાન સહિત ચાર શહેરો પર ભીષણ હુમલો કર્યો છે. ઈઝરાયલના ટાર્ગેટ પર ઈરાનના ઘણા સૈન્ય ઠેકાણા પણ રહ્યા હતા. સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે ઈરાન પર હુમલાનું ઈઝરાયલના પીએમ સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. તેની સાથે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોગ ગેલેન્ટ પણ હાજર હતા. પહેલી ઑક્ટોબરે ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો.

ઈઝરાયલ છેલ્લા ઘણા દિવસોથી આ હુમલાની વાટ જોઈ રહ્યું હતું. પહેલી ઑક્ટોબર પછી જ ઈઝરાયલે એવું નક્કી કરી લીધું હતું કે, તેઓ ઈરાન પર હુમલો કરીને જ જંપશે. 25 દિવસ પછી તેને એવું જ કરી બતાવ્યું. ઈરાનની રાજધાની તહેરાન પર ઈઝરાયલે કરેલા હુમલાની વ્હાઈટ હાઉસને જાણકારી આપી હતી. આ હુમલા પછી ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે, સેલ્ફ ડિફેન્સમાં તેને જવાબ આપવાનો હક છે.