'અમને સમજાવવાની જરૂર નથી...', US યાત્રા પહેલા થરુર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો
June 03, 2025

બ્રાસીલિયાની યાત્રા બાદ શશી થરુરના નેતૃત્વમાં ડેલિગેશન પોતાની યાત્રાના અંતિમ તબક્કામાં અમેરિકા જશે. આ યાત્રાને લઈને તેમણે કહ્યું કે, 'આ એક પડકારપૂર્ણ માહોલ છે, જોકે દુનિયા ન્યૂઝ જનરેટર છે તેથી અમારી સ્ટોરી કદાચ તેમના માટે સૌથી ઉપર ન હોય, પરંતુ જો અમે તેના ઉપર લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકીએ જે દક્ષિણ એશિયાની ચિંતા કરે છે, જે ભારતની ચિંતા કરે છે, જે આતંકવાદ સામેની લડાઈની ચિંતા કરે છે.' કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'અમે વોશિંગ્ટનની જનતાનો અભિપ્રાય, સરકારી અધિકારી, ધારાસભ્યો, સેનેટરો અને કોંગ્રેસમેન, ગૃહ અને સેનેટમાં વિવિધ સમિતિઓ, વોશિંગ્ટનમાં ખૂબ જ પ્રભાવશાળી થિંક ટેન્કો, ખાસ કરીને વિદેશ નીતિ, મીડિયા અને કેટલાક જાહેર સંબોધનો પર ધ્યાન કેન્દ્રિત કરતી સમિતિઓ સાથે બેઠકો કરીશું. મને છ અથવા સાત ઇન્ટરવ્યુ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ ઇન્ટરવ્યુ વ્યક્તિગત અમેરિકન ચેનલ અને બ્રોડકાસ્ટર્સ, પૉડકાસ્ટરોની દેન છે.'
ભારત-પાકિસ્તાનના ડેલિગેશન અમેરિકા પહોંચશે
અમેરિકા વિશે વાત કરતાં શશી થરુરે કહ્યું કે, 'અમેરિકા અમારા માટે તમામ પ્રકારે મહત્ત્વપૂર્ણ છે કારણ કે, સ્પષ્ટરૂપે સુરક્ષા પરિષદ અમેરિકા સાથે અમારા સંબંધોનો એક નાનકડો ભાગ છે. અમરો સંબંધ ખૂબ બહોળો છે, ભલે તે વેપારની વાત હોય, સંરક્ષણની વાત હોય, ગુપ્ત જાણકારી શેર કરવાની વાત હોય કે ભલે G-20 સ્ક્વૉડમાં અમારી ભાગીદારીની વાત હોય, આવા ઘણાં રસ્તા છે, જેમાં અમેરિકાએ અમારો સહયોગ કર્યો છે. આ કોઈ સંયોગ નથી કે, પાકિસ્તાને પણ વિદેશમાં એક ડેલિગેશન મોકલ્યું છે પરંતુ, તે એટલા દેશમાં નથી જઈ રહ્યા જેટલા દેશમાં ભારતીય ડેલિગેશન જઈ રહ્યું છે. તે અમુક પ્રમુખ રાજધાનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેમકે, વોશિંગ્ટન, બ્રુસેલ્સ અને લંડન.' વળી, થરુરે જણાવ્યું કે, કાલે અમેરિકામાં ભારત અને પાકિસ્તાન બંનેના ડેલિગેશન હાજર રહેવાના છે. જોકે, આ એક રસપ્રદ વાત છે. કદાચ આ વિશે રસ વધશે કારણ કે, એક જ શહેર વોશિંગ્ટનમાં બે હરીફ પ્રતિનિધિમંડળ છે.
Related Articles
ટેક્સાસમાં પૂરને કારણે ઓછામાં ઓછા 51 લોકોના મોત, કેરોલિનામાં 'ચેન્ટલ વાવાઝોડા'નો ભય
ટેક્સાસમાં પૂરને કારણે ઓછામાં ઓછા 51 લોક...
Jul 07, 2025
આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપનારા દેશે તેની કિંમત ચૂકવવી પડશે : પીએમ મોદી
આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થ...
Jul 07, 2025
જે BRICS ની નીતિઓ ફોલો કરશે એના પર લાગશે 10% વધુ ટેરિફ, ટ્રમ્પની ધમકીથી ભારત પણ ચિંતિત!
જે BRICS ની નીતિઓ ફોલો કરશે એના પર લાગશે...
Jul 07, 2025
ગાઝામાં ભયાનક હુમલો, 130 સ્થળોને ટાર્ગેટ કરાયા, 33ના મોત
ગાઝામાં ભયાનક હુમલો, 130 સ્થળોને ટાર્ગેટ...
Jul 06, 2025
યુદ્ધ બાદ પહેલીવાર જાહેરમાં દેખાયા ખામેનેઈ, જોવા માટે લોકોની ભીડ ઉમટી
યુદ્ધ બાદ પહેલીવાર જાહેરમાં દેખાયા ખામેન...
Jul 06, 2025
અમેરિકામાં પૂરથી તારાજીના ભયાવહ દ્રશ્યો: 50ના મોત, 27 બાળકીઓ સહિત અનેક તણાયા
અમેરિકામાં પૂરથી તારાજીના ભયાવહ દ્રશ્યો:...
Jul 06, 2025
Trending NEWS

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

05 July, 2025

05 July, 2025