વીકેન્ડ બાદ પણ 'એનિમલ'ની જબરદસ્ત કમાણી
December 05, 2023

ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ' હાલમાં ખૂબ ચર્ચામાં છે. કબીર સિંહ જેવી ફિલ્મ બનાવનાર સંદીપની 'એનિમલ' ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે તબાહી મચાવી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. ફિલ્મે ઓપનિંગ ડે પર બમ્પર કમાણી કરી હતી. ત્રણ દિવસમાં જ ફિલ્મે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. 01 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને ક્રિટિક્સના સારા રિવ્યુ મળી રહ્યા છે. ફિલ્મ 'એનિમલ'એ ત્રણ દિવસમાં 200 કરોડની કમાણી કરી લીધી છે. ત્યારે હવે બધાની નજર ચોથા દિવસના કલેક્શન પર છે. 'એનિમલ'માં રણબીર કપૂરની એક્ટિંગે બધાને સરપ્રાઈઝ દીધા હતા. બીજી તરફ બોબી દેઓલને પણ તેમના રોલ માટે ચાહકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. 'એનિમલ'ને 'A' રેટિંગ મળ્યું છે. ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ પણ છે. 'એનિમલ'એ માત્ર ત્રણ દિવસમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 'એનિમલ'એ રિલીઝના દિવસે 63.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્લ્ડ વાઈડ 'એનિમલ'નું પહેલા દિવસનું કલેક્શન 116 કરોડ રૂપિયા રહ્યું છે. સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર ખૂબ સારો ઉછાળો જોવા મળ્યો હતો. શનિવારે ફિલ્મે 66.27 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જેમાંથી માત્ર હિન્દી ભાષામાં 58.37 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. રવિવારે એટલે કે ત્રીજા દિવસે તેણે 71.46 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી હતી.સોમવારે બાકીના ત્રણ દિવસો કરતા બિઝનેસ થોડો ડાઉન જોવા મળ્યો હતો. સોમવારના કલેક્શન વિશે વાત કરીએ તો Sacnilkના અર્લી ટ્રેન્ડ રિપોર્ટ પ્રમાણે 'એનિમલ' એ ચોથા દિવસે 12.84 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
Related Articles
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025