સાપ્તાહિક રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોએ ખટપટથી બચવું, મકર રાશિવાળાને સારા પરિવર્તનનો યોગ, જાણો તમામ રાશિઓનું ફળ
January 13, 2025

આજથી જાન્યુઆરી મહિનાનું બીજું સપ્તાહ(13 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2025) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે વૃશ્ચિક રાશિના જાતકોએ ખટપટથી બચવું, જેથી કોઈની સાથે ગેરસમજ ન થાય. તો ધન રાશિના જાતકોને તેમની આવડતનો પ્રભાવ જોવા મળે, મકર રાશિના જાતકોને સારા પરિવર્તનના યોગ બની શકે છે, તો મીન રાશિવાળાઓમાં આળસ જોવા મળી શકે છે. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
મેષ રાશિ:
કામકાજમાં સમય વધુ પસાર થાય પણ અગત્યનું કામ હોય તે સંભવિત બની શકે છે, તેનો સંતોષ પણ જોવા મળે, નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે છે.
વૃષભ રાશિ :તમે વધુ વ્યસ્ત રહો તેવું બની શકે છે, ખટપટી લોકો કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, અર્થહીન વાર્તાલાપથી દૂર રહેવું યોગ્ય.
મિથુન રાશિ :
લોકોનો સહયોગ વધુ સારો રહે તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે છે.
કર્ક રાશિ :
તમારે કામકાજમા ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ દ્વિધા ઊભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે, ગણતરી પૂર્વક વ્યવહાર કરવા હિતાવહ છે.
સિંહ રાશિ :
કોઈ કાર્યમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે, ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.
કન્યા રાશિ :
તમને કંઈપણ જાણવાની વૃત્તિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો.
તુલા રાશિ :
તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને, કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો, પસંદગીની ખરીદી પણ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ :
તમારે ખટપટથી બચવું, જેથી કોઈની સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખી શકાય અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.
ધન રાશિ:
તમારી આવડત પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે.
મકર રાશિ :
સારા પરિવર્તનના યોગ બની શકે છે, તમારામાં આત્મવિશ્વાસ સારો રહે. જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે.
કુંભ રાશિ:
વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય, નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.
મીન રાશિ :
તમારા કાર્યમાં તમને આળસ જોવા મળે, તેમજ તમને અન્યને કામ સોંપવાનું મન થાય તેવું બની શકે છે, આરામવૃતિની ઇચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.
Related Articles
હોળીના દિવસે ભદ્રા સંયોગ: હોલિકા દહન માટે મળશે આટલો સમય, જાણો શુભ મુહૂર્ત
હોળીના દિવસે ભદ્રા સંયોગ: હોલિકા દહન માટ...
Mar 11, 2025
7 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે અવશ્ય કરો આ ઉપાય
7 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક: જીવનમાં સુખ-...
Mar 01, 2025
30 એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત, ક્યારથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે ?
30 એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત, ક્યાર...
Feb 25, 2025
હોલિકા દહન પર રાશિ પ્રમાણે નાંખો આહુતિ, ઘરમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ
હોલિકા દહન પર રાશિ પ્રમાણે નાંખો આહુતિ,...
Feb 17, 2025
60 વર્ષ બાદ મહાશિવરાત્રીએ શુભ યોગ, 3 રાશિના જાતકોનું બેન્ક બેલેન્સ વધી શકે!
60 વર્ષ બાદ મહાશિવરાત્રીએ શુભ યોગ, 3 રાશ...
Feb 12, 2025
ચાર રાશિના જાતકો માટે નવી નોકરી અને ધનલાભના યોગ, એક વર્ષ બાદ ગુરુનું મિથુનમાં ગોચર
ચાર રાશિના જાતકો માટે નવી નોકરી અને ધનલા...
Feb 11, 2025
Trending NEWS

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

10 March, 2025

10 March, 2025