ચીન બ્રહ્મપુત્રા પર ડેમ બનાવીને પાણી રોકશે તો? આસામના CMએ આપ્યો પાકિસ્તાનની ધમકીનો જવાબ
June 03, 2025
તેમણે X પર લખ્યું કે, 'ભારત દ્વારા જ્યારથી સૌથી જૂની અને એકપક્ષીય સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ત્યારથી, પાકિસ્તાન એક નવો ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જો ચીન બ્રહ્મપુત્રના પાણીને અટકાવે તો શું થશે? ચાલો આપણે આ ખોટી કહાનીને ડરથી નહીં પરંતુ તથ્યો અને રાષ્ટ્રીય સ્પષ્ટતાથી તોડી નાખીએ. બ્રહ્મપુત્ર એક એવી નદી છે જે ભારતમાં વધે છે, ઘટતી નથી. ચીન બ્રહ્મપુત્રના કુલ પાણીના પ્રવાહમાં માત્ર 30-35% યોગદાન આપે છે, તે પણ મોટાભાગે હિમનદીઓ પીગળવા અને મર્યાદિત વરસાદથી. બાકીનું 65-70% પાણી ભારતમાં જ ઉત્પન્ન થાય છે.' તેમણે આનું કારણ પણ જણાવ્યું. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, 'અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મેઘાલયમાં મૂશળધાર વરસાદ. પ્રમુખ સહાયક નદીઓ: સુબનસિરી, લોહિત, કામેંગ, માનસ, ધનસિરી, જિયા-ભારાલી, કોપિલી, મેઘાલયની ખાસી, ગારો અને જયંતિયા પહાડોમાંથી નીકળતી કૃષ્ણાઈ, દિગારુ, કુલસી વગેરે સહાયક નદીઓ ભારતની બ્રહ્મપુત્રા નદીના પ્રમુખ જળ સ્ત્રોત છે. ભારત-ચીન સરહદ પર બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ 2,000–3,000 ઘન મીટર/સેકન્ડ રહે છે, જ્યારે ગુવાહાટી જેવા આસામના મેદાનોમાં ચોમાસા દરમિયાન આ પ્રવાહ 15,000–20,000 ઘન મીટર/સેકન્ડ થઈ જાય છે.
Related Articles
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલે ટ્રમ્પે ઇઝરાયલને સીરિયા અને લેબેનોનમાંથી સેના હટાવવા આપી સલાહ
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલ...
Jul 15, 2026
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026