દિલ્હીમાં મહિલા CM બનાવશે ભાજપ? સ્મૃતિ ઈરાની અને સુષ્મા સ્વરાજની પુત્રીનું નામ રેસમાં
February 11, 2025
રેખા ગુપ્તા (શાલીમાર બાગ ધારાસભ્ય) : રિપોર્ટ અનુસાર ભાજપના એક વરિષ્ઠ નેતાએ સંકેત આપ્યો છે કે પાર્ટી પોતાના વિકલ્પો પર સાવધાનીથી વિચાર કરી રહી છે. રાજકીય રીતે સૌથી સારું કામ કોણ કરે છે. તેના આધારે પૂર્વાંચલ પૃષ્ઠભૂમિ વાળા ઉમેદવાર, શિખ નેતા કે મહિલા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઓડિશામાં ગત ચૂંટણીથી ખબર પડે છે કે પાર્ટી નેતૃત્વ કોઈ મોટી જાહેરાત કર્યા પહેલા નામ ગુપ્ત રાખે છે. જેમાં એક નામ રેખા ગુપ્તા (શાલીમાર બાગ ધારાસભ્ય) નું પણ છે. તે ભાજપના મહિલા શાખાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે અને તેમણે 29,595 મતોના આરામદાયક અંતરથી પોતાની બેઠક જીતી છે.
શિખા રોય : શિખા રોય (ગ્રેટર કૈલાશ) વધુ એક મજબૂત દાવેદાર છે. જેમણે આપના સૌરભ ભારદ્વાજને એક ઉચ્ચ-દાવ લડતમાં હરાવ્યા છે.
સ્મૃતિ ઈરાની : પૂર્વ કેન્દ્રીય મંત્રી, 2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી કોંગ્રેસના કિશોરીલાલથી હારી ગયા પરંતુ તે એક મજબૂત દાવેદાર છે.
નીલમ પહેલવાન : નીલમ પહેલવાન નજફગઢ ધારાસભ્યએ 1,01,708 મતોની સાથે ભારે જીત મેળવી છે.
બાંસુરી સ્વરાજ : દિવંગત સુષ્મા સ્વરાજના પુત્રી, નવી દિલ્હી લોકસભા બેઠકથી જીત્યા પણ છે. તેમનું પણ નામ ચર્ચામાં છે. આ સાથે પૂનમ શર્મા પણ આ લિસ્ટમાં છે. જે વજીરપુરના ધારાસભ્ય છે. 11,425 મતથી જીત્યા છે. મહિલાઓ સિવાય અન્ય નામો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના અમુક આંતરિક સૂત્રોનું માનવું છે કે વિજેન્દ્ર ગુપ્તા (રોહિણી ધારાસભ્ય), અજય મહાવર (ઘોંડા ધારાસભ્ય) અને અભય વર્મા (લક્ષ્મી નગર ધારાસભ્ય) આ રેસમાં હોઈ શકે છે. આપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કપિલ મિશ્રા, જે હવે ભાજપમાં સામેલ થઈ ગયા છે તેમની પણ ચર્ચા થઈ રહી છે. સાથે જ પ્રવેશ વર્માની પર પણ જેઓ નવી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને હરાવીને ચર્ચામાં રહ્યાં હતાં.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026