7 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે અવશ્ય કરો આ ઉપાય
March 01, 2025

માર્ચ મહિલાની શરુઆત થઈ ગઈ છે. આ મહિનામાં હોળીનો તહેવાર ધામ ધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરુ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, હોળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી હોતી. જેના કારણે કાર્યોમાં વિધ્ન આવી શકે છે. એટલે હોળાષ્ટક દરમિયાન લગ્ન વિધિ, ગૃહ પ્રવેશ અને નામકરણ સહિતના શુભ કાર્યો કરવામાં આવતા નથી. પૌરાણિક માન્યતા પ્રમાણે હોળાષ્ટકના સમયગાળા દરમિયાન ભક્ત પ્રહલાદને તેમના પિતા હિરણ્યકશ્યપે ઘણી યાતનાઓ આપી હતી. આ દરમિયાન પૂજા- અર્ચના અને જપ -તપ જેવા શુભ કાર્યો કરવા શુભ માનવામાં આવે છે. આવો જાણીએ કે હોળાષ્ટક ક્યારે શરુ થાય છે અને તે દિવસોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ 100 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ અને શનિના ગોચરનો સંયોગ: મિથુન-મીન સહિત 3 રાશિના જાતકોને થશે લાભ
હોળાષ્ટક ક્યારે શરુ થઈ રહ્યા છે
હિન્દુ પંચાંગ પ્રમાણે આ વર્ષે 7 માર્ચ 2025ના રોજ હોળાષ્ટક શરુ થઈ રહ્યા છે અને તેનું સમાપન 13 માર્ચ 2025ના રોજ થશે અને તે પછીના દિવસે 14 માર્ચ 2025ના રોજ હોળી મનાવવામાં આવશે.
હોળાષ્ટકમાં શુ કરવું જોઈએ...
હોળાષ્ટકના સમયગાળામાં હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પુણ્યફળદાયી માનવામાં આવે છે. તેના કારણે જીવનમાં સકારાત્મકતા આવે છે.
હોળાષ્ટક દરમિયાન ગરીબો અને જરુરીયાતમંદોને અનાજ, કપડાં અને ધનનું દાન કરી શકે છે. માન્યતા પ્રમાણે આવુ કરવાથી જીવનમાં સુખ -સમૃદ્ધિનું આગમન થાય છે.
હોળાષ્ટકમાં પિતૃઓના આત્માની શાંતિ માટે તર્પણ કરવું લાભદાયી માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ માર્ચમાં સૂર્યગ્રહણ: મીન-મેષ સહિત 3 રાશિના જાતકો પર થશે નકારાત્મક અસર, સાચવીને રહેવું
હોળાષ્ટકમાં શું કરવું જોઈએ..
હોળાષ્ટક દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ તેમજ મુંડન સંસ્કાર સહિતની માંગલિક વિધિનું આયોજન કરવામાં આવતું નથી.
હોળાષ્ટકમાં નવા ઘરનું નિર્માણ કાર્ય શરુ કરવામાં આવતું નથી.
હોળાષ્ટકના સમયગાળામાં સોનું, ચાંદી અને નવા વાહન સહિતની કિંમતી વસ્તુઓ ખરીદવા શુભ માનવામાં આવતા નથી.
આ ઉપરાંત આ સમયગાળામાં ક્રોધ અને વાદ - વિવાદથી બચવું જોઈએ.
Related Articles
હોળીના દિવસે ભદ્રા સંયોગ: હોલિકા દહન માટે મળશે આટલો સમય, જાણો શુભ મુહૂર્ત
હોળીના દિવસે ભદ્રા સંયોગ: હોલિકા દહન માટ...
Mar 11, 2025
30 એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત, ક્યારથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે ?
30 એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત, ક્યાર...
Feb 25, 2025
હોલિકા દહન પર રાશિ પ્રમાણે નાંખો આહુતિ, ઘરમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ
હોલિકા દહન પર રાશિ પ્રમાણે નાંખો આહુતિ,...
Feb 17, 2025
60 વર્ષ બાદ મહાશિવરાત્રીએ શુભ યોગ, 3 રાશિના જાતકોનું બેન્ક બેલેન્સ વધી શકે!
60 વર્ષ બાદ મહાશિવરાત્રીએ શુભ યોગ, 3 રાશ...
Feb 12, 2025
ચાર રાશિના જાતકો માટે નવી નોકરી અને ધનલાભના યોગ, એક વર્ષ બાદ ગુરુનું મિથુનમાં ગોચર
ચાર રાશિના જાતકો માટે નવી નોકરી અને ધનલા...
Feb 11, 2025
સુરતના રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ચઢે છે જીવતા કરચલા
સુરતના રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં ભગવાન...
Jan 27, 2025
Trending NEWS

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025