વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના હિન્દુ-મુસ્લિમવાળા નિવેદન પર કપિલ સિબ્બલ આક્રમક
August 30, 2026
દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતના અમેરિકામાં આપવામાં આવેલા ‘વિવિધતામાં એકતા’ વાળા નિવેદન પર રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે જો કોઈ હિન્દુ એવું વિચારે છે કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવો જોઈએ, તો તે પોતે પણ હિન્દુ રહેશે નહીં. જેના પર રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે રવિવારે ભાગવતના નિવેદન પર નિશાન સાધતા કહ્યું કે માત્ર શબ્દો મહત્વ નથી ધરાવતા, પરંતુ કામ પણ દેખાવું જોઈએ. તો બીજી તરફ, કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ સોગત રોય અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)ના કાર્યકારી સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ પણ ભાગવતના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.'
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું, 'પહેલો સવાલ એ છે કે અમેરિકા જઈને આ બોલવાની જરૂર કેમ પડી રહી છે? જો ભારતમાં હિન્દુ-મુસ્લિમનો કોઈ મુદ્દો જ નથી તો અચાનક ત્યાં જઈને બોલવાની શું જરૂર? તેનો અર્થ એ છે કે સમસ્યા છે. RSSના મુખિયા પોતાની છબી બનાવવા માટે ઢોંગ કરી રહ્યા છે.' ન્યૂયોર્કમાં ભાગવતે કહ્યું- વિવિધતા આપણી મૂળ એકતાનો શણગાર છે. તેની રક્ષા થવી જોઈએ. વિદેશમાં સમજદારીભરી વાતો, પરંતુ ઘરમાં ચૂપકીદી. શબ્દો મહત્વ નથી ધરાવતા, કામ બોલવું જોઈએ. સિબ્બલની આ પ્રતિક્રિયા ભાગવતના ન્યૂયોર્કમાં આપેલા સંબોધનના એક દિવસ પછી આવી. ભાગવતે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભારતીય-અમેરિકન સમુદાય અને વિવિધ ધર્મોના નેતાઓની 6000થી વધુ લોકોની સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘વિવિધતામાં એકતા’ ભારતના DNAનો ભાગ છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સોગત રોયે ભાગવતના નિવેદનને સકારાત્મક ગણાવ્યું. તેમણે કહ્યું, આ ખરેખર સારી વાત છે. મોહન ભાગવત RSSના પ્રમુખ છે, જે એક હિન્દુ સંગઠન છે. જો તેઓ અન્ય સમુદાયો પ્રત્યે સહિષ્ણુતા અને મિત્રતાની વાત કરે છે તો તે સારી વાત છે. જોકે, રોયે RSSની વિચારધારા સામે સવાલો પણ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે RSS એક અત્યંત કટ્ટર હિન્દુ સંગઠન છે. ભાગવત આ વાત કહી રહ્યા છે, પરંતુ તેઓ ખરેખર તેના પર વિશ્વાસ કરે છે કે નહીં, તે તેઓ નથી જાણતા.
Related Articles
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા, મૃતદેહ નહેરમાંથી મળ્યો
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ...
Aug 30, 2026
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, દુકાન પરના ચાઈનીઝ કેમેરાથી વોચ
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર...
Aug 30, 2026
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય.... સોનમ વાંગચુક
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને...
Aug 30, 2026
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ,...
Aug 30, 2026
નેપાળમાં 150થી વધુ ગુજરાતીઓ સંપર્કવિહોણા થયાની આશંકા, પરિવારોમાં ચિંતાનો માહોલ
નેપાળમાં 150થી વધુ ગુજરાતીઓ સંપર્કવિહોણા...
Aug 29, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026