ચક્રવાતી તોફાને વધારી ચિંતા, હવામાન વિભાગે આ રાજ્યો માટે આપ્યુ એલર્ટ

November 26, 2025

પહાડી રાજ્યોમાં બરફવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે, જ્યારે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન બનવાની પણ શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગ અનુસાર, 26-29 નવેમ્બર દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે.

બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સિસ્ટમ બની રહી છે, જેને સેન્યાર ચક્રવાત નામ આપવામાં આવ્યું છે. IMD મુજબ આવતા 24-48 કલાકમાં તે તોફાની સ્વરૂપ લઈ શકે છે. તેના કારણે દક્ષિણ ભારતના તટીય વિસ્તારો આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન ઠંડી, પવનની ગતિ અને શીતલહેરનો પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે.

IMDએ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-NCR ક્ષેત્રમાં પવનની ગતિ વધશે, જેના કારણે ઠંડી અને ધુમ્મસ વધુ થઈ શકે છે. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં રાત્રીના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે સામાન્યથી 2થી 4°C ઓછું નોંધાઈ રહ્યું છે.