ગાંધીનગરમાં રાજયપાલની હાજરીમાં રાજભવનમાં યોગ ડેની ઉજવણી કરાઈ
June 21, 2025
રાજભવન, ગાંધીનગર ખાતે આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવાનો ઉપાય માત્ર નથી, પણ યોગ એ આપણા ચિત્ત, મન અને આત્માને એકાગ્ર બનાવીને પરમ ઉદ્દેશ્ય — મોક્ષ ભણી લઈ જતો માર્ગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરે યોગના અંગો છે અને જે લોકો યોગને પોતાના જીવનનો નિયમિત ભાગ બનાવે છે, તેમને જીવનમાં આરોગ્ય અને સુખ તો સાંપડે જ છે, પણ સાથે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.
રાજ્યપાલે કહ્યું કે, માનવ જીવનમાં સૌથી મૂલ્યવાન જો કંઈ હોય તો એ છે – આપણું આરોગ્ય. શરીર દ્વારા જ આપણે જીવનના અનેક કાર્યો કરી શકીએ છીએ અને સમાજ, પરિવાર તથા રાષ્ટ્ર સાથે જોડાઈએ છીએ. જ્યારે શરીર જ સાથ નહીં આપે તો બધા સંબંધો પણ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે જ આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – 'શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્', અર્થાત્ આ શરીર ધર્મ-કર્મ તથા કલ્યાણના બધા કાર્યો માટેનું મુખ્ય સાધન છે.
Related Articles
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026