તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો...' પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ
April 28, 2025

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સતત પાકિસ્તાન પર પ્રહાર કરી રહ્યા છે. હવે તેમણે પાડોસી દેશને કહ્યું કે, તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી તેઓ સતત આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ ખુલીને બોલી રહ્યા છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે ઓવૈસીએ કહ્યું કે, 'તમે કયા ધર્મની વાત કરી રહ્યા છો? તમે ખાવરજી કરતા પણ ખરાબ છો. તમે ISISના ઉત્તરાધિકારી છો. 'ધર્મ પૂછીને નિર્દોષ લોકોની હત્યા કરવી એ અમારો ધર્મ નથી.' ઓવૈસીએ આગળ કહ્યું કે, પાકિસ્તાન ભારતથી અડધો કલાક નહીં પણ અડધી સદી પાછળ છે. અમારું સૈન્ય બજેટ તમારા દેશના બજેટ કરતાં વધુ છે. પાકિસ્તાની નેતાઓએ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી ન આપવી જોઈએ. તેમણે યાદ રાખવું જોઈએ કે જો તમે બીજા દેશના નિર્દોષ લોકોની હત્યા કરશો, તો કોઈ શાંત નહીં બેસે.' વાસ્તવમાં પાકિસ્તાન સરકારમાં મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હથિયારોની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે ગૌરી, શાહીન અને ગઝનવી મિસાઈલ જેવા હથિયારો માત્ર ભારત માટે જ રાખવામાં આવે છે. આ પહેલા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પણ ભારતને યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે. તાજેતરમાં માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે ધમકી આપી છે કે, પાકિસ્તાનનું પાણી રોકવાના કોઈપણ નિર્ણયને યુદ્ધની ઘોષણા માનવામાં આવશે.
Related Articles
રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન
રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્...
Jul 15, 2025
'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ
'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગ...
Jul 15, 2025
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે 'U' આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં...
Jul 15, 2025
બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ!
બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકર...
Jul 15, 2025
સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત તો મુંબઈમાં બ્લાસ્ટ ન થયા હોત: ઉજ્જવલ નિકમ
સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત...
Jul 15, 2025
Trending NEWS

યુક્રેનની વહારે આવ્યા ટ્રમ્પ, પુતિનને ધમકી આપી કહ્...
15 July, 2025

મેટાની મોટી કાર્યવાહી, 1 કરોડ ફેસબૂક એકાઉન્ટ બંધ ક...
15 July, 2025

ગલવાન અથડામણ બાદ પહેલીવાર જિનપિંગ સાથે જયશંકરની મુ...
15 July, 2025

ભારત-પાકિસ્તાન વચ્ચે એક અઠવાડિયામાં જ પરમાણુ યુદ્ધ...
15 July, 2025

ગાઝા અંગે ઈઝરાયલના ખતરનાક ઈરાદા સામે આવ્યા
15 July, 2025

યમનમાં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્...
15 July, 2025

હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમ...
15 July, 2025

તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે 'U' આક...
15 July, 2025

બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ...
15 July, 2025

સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત તો મુંબઈમા...
15 July, 2025