'તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો...', ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને ખખડાવી
June 12, 2026
ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીના રિપોર્ટ સામે હાઈકોર્ટની નારાજગી
ડીસા- ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટથી 21 વ્યકિતના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. ચીફ સેક્રેટરીએ હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યુ હતુ. તેમણે દુર્ઘટના માટે દોષનો ટોપલો લેબર વિભાગના અધિકારી પર ઢોળ્યો હતો. જેમાં બ્લાસ્ટ માટે 7 અધિકારીની બેદરકારી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે હાઈકોર્ટે સરકારને ખખડાવતા જણાવ્યું કે, 'ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટની મોનિટરિંગમાં પણ શુ તપાસ કરી તેની કોઈ વાતો કરતા નથી. તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખો છો.' હવે આ મામલે આગામી સુનાવણી સુનાવણી 3જી જુલાઈના રોજ થશે.
હાઈકોર્ટે સરકારને અનેક સવાલો કરવાની સાથે ટકોર કરી હતી કે, 'તમે દુર્ઘટના બાદ શુ તપાસ કરી, કોની સામે પગલા લીધા, કોણ ફેક્ટરીની નિયમિત ચકાસણી નહોતુ કરતુ...? તમે તમારા વહીવટી વિભાગના કે ગૃહ વિભાગના અધિકારીઓ સામે કોઇ પગલા કેમ નથી લીધા? 34 ઇન્ડસ્ટ્રી ચાલતી હતી તે કોની રહેમરાહે ચાલતી હતી? તેના પર તમારા અધિકારીઓની કોઇ જવાબદારી નથી? તમે માત્ર બાળમજૂરોની વાત કરો છો, પણ તેના સિવાયના લોકો માટે મામલતદાર કે ગૃહવિભાગના અધિકારીની કોઈ જવાબદારી જ બનતી નથી? તમે કોઇ ઇન્સપેકશન કેમ નથી કર્યુ? 38 ફટાકડાની ફેક્ટરી કોની મંજૂરીથી ધમધમતી હતી, તેની તપાસ કેમ નથી કરી?'
હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે રજૂ કરેલા સોંગદનામાને રિજેક્ટ કરી દીધુ હતુ. જ્યારે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીના જવાબને પણ અસ્પષ્ટ ગણાવીને તેને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. હાઈકોર્ટે ટકોર કરતાં વધુમાં જણાવ્યું કે, 'અમને તમારા ખુલાસા નહીં પણ નક્કર તપાસના કારણો જોઈએ છે. તમે હાઈકોર્ટના આદેશને જાણીજોઈને અવગણી રહ્યા છો. હાઈકોર્ટને જવાબ આપતા પહેલા વિચારજો. તમે ફટાકડાની ફેક્ટરીને લાયસન્સ આપો છો, તેને ચોક્કસ સમય માટે આપવાનું હોય છે તમે એક વખત આપી દો પછી તપાસ જ નથી કરતા? '
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026