ઝામ્બોઆંગાની હાઇસ્કૂલમાં વિદ્યાર્થીએ ફાયરિંગ કરતાં એકનું મોત, 2 ઘાયલ હુમલાખોરે આત્મહત્યા કરી
August 18, 2026
દક્ષિણ ફિલિપાઇન્સના ઝામ્બોઆંગા શહેરમાં મંગળવારે હાઇસ્કૂલમાં ગોળીબારની ગંભીર ઘટના બની હતી. એટેનિયો ડી ઝામ્બોઆંગા યુનિવર્સિટી કેમ્પસના હાઇસ્કૂલ વિભાગમાં સાતમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ 2 બંદૂકો વડે અચાનક ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં એક સાથી વિદ્યાર્થીનું મોત થયું હતું, જ્યારે હુમલાખોર વિદ્યાર્થીએ બાદમાં આત્મહત્યા કરી લીધી હતી. ગોળીબારમાં અન્ય 2 લોકો ઘાયલ થતાં શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની ગંભીરતા વચ્ચે હુમલાખોરે ગોળીબારની ઘટનાનું લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક મેયર ખૈમર અદાન ઓલાસોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીએ સમગ્ર ઘટનાને લાઇવ બતાવવા માટે બોડી કેમેરા પહેર્યો હોવાની પ્રબળ શંકા છે. ગોળીબારની માહિતી મળતાં જ પોલીસ અને સુરક્ષા દળો કેમ્પસમાં પહોંચી ગયા હતા અને ત્યાં ફસાયેલા સેંકડો વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. થોડા કલાકની કામગીરી બાદ પોલીસે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી હોવાની જાહેરાત કરી હતી.
આ ઘટના બાદ ફિલિપાઇન્સના રાષ્ટ્રીય પોલીસ વડાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને શાંતિ જાળવવા તથા કોઈપણ પ્રકારની અફવાથી દૂર રહેવાની અપીલ કરી છે. બીજી તરફ, સત્તાવાળાઓ દ્વારા ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. હુમલાખોર વિદ્યાર્થીએ 2 બંદૂકો શા માટે મેળવી અને હુમલો કરવા પાછળનો તેનો હેતુ શું હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
ફિલિપાઇન્સમાં લાઇસન્સ વિનાનાં હથિયારોના કારણે હિંસાની ઘટનાઓ બનતી રહે છે, જોકે શાળાની અંદર આ પ્રકારની ગોળીબારની ઘટના પ્રમાણમાં દુર્લભ માનવામાં આવે છે. ઝામ્બોઆંગાની આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘટનાને પગલે સરકારે દેશની શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની ખાતરી આપી છે.
Related Articles
સીરિયાના અબુ અલ-દુહુર એરબેઝ પર 4 હવાઈ હુમલા, મુખ્ય રનવેને નિશાન બનાવાયો; ઇઝરાયલ પર શંકા
સીરિયાના અબુ અલ-દુહુર એરબેઝ પર 4 હવાઈ હુ...
Aug 18, 2026
અમેરિકામાં ફ્લોરિડાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપી અને મૂળ ગુજરાતી ડોક્ટરનું મોત, 34 નવા આરોપો લાગ્યા હતા
અમેરિકામાં ફ્લોરિડાની જેલમાં ચાઈલ્ડ પોર્...
Aug 17, 2026
ચીનમાં માત્ર 5.3 સેકન્ડમાં 800 કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેનનો નવો રેકોર્ડ
ચીનમાં માત્ર 5.3 સેકન્ડમાં 800 કિ.મી.ની...
Aug 15, 2026
ઇન્ડોનેશિયામાં દરિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, 5ના મોત, સુનામીનું હાઈ એલર્ટ જાહેર
ઇન્ડોનેશિયામાં દરિયામાં 7.7ની તીવ્રતાનો...
Aug 15, 2026
ઝિમ્બાબ્વેમાં કરીબા તળાવમાં ભયાનક મોજાના કારણે 95 મુસાફરો ભરેલી બોટ ડૂબતા 15નાં મોત, 20થી વધુ લાપતા
ઝિમ્બાબ્વેમાં કરીબા તળાવમાં ભયાનક મોજાના...
Aug 12, 2026
અમેરિકામાં બેદરકારીથી વાહન ચલાવવા અને જાતીય હુમલા જેવા ગુનાઓના કારણે 1,75,000થી વધુ વિઝા રદ
અમેરિકામાં બેદરકારીથી વાહન ચલાવવા અને જા...
Aug 11, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026