મધ્યપ્રદેશમાં ફૂલ સ્પીડમાં આવી રહેલી વાન કૂવામાં ખાબકતાં 10ના મોત, 4 ઘાયલ
April 28, 2025
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રવિવારે બપોરે એક મોટો રોડ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ફૂલ સ્પીડમાં આવી રહેલી ઈકો કારે પહેલા એક બાઈકને ટક્કર મારી અને પછી વાન કૂવામાં ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સ્થાનિક લોકોની મદદથી તમામ 14 લોકોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
વહીવટીતંત્રેએ પણ 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલી ઈકો વાન ગેસથી ચાલતી હતી, જેના કારણે કૂવામાં પડ્યા પછી તેમાંથી ગેસ લીક થવા લાગ્યો. આ સમયગાળા દરમિયાન બચાવ કામગીરી હાથ ધરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ એક SDRF જવાન ઓક્સિજન સિલિન્ડર સાથે કૂવામાં ઉતર્યો, પરંતુ ગભરાટના કારણે તે પણ બહાર નીકળી ગયો. હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો ઈકો વાનને કૂવામાંથી બહાર કાઢવામાં આવી છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026