કારાકોરમ-પર્વતમાળા પર હિમપ્રાત, વિશ્વ વિખ્યાત આરોહક નિર્મલ પૂર્જા સહિત 10 લાપત્તા
July 31, 2026
ઇસ્લામાબાદ : કારાકોરમ-પર્વતમાળાના પાકિસ્તાન તરફના ભાગે આવેલા બ્રોડ-પીકનું પર્વતારોહણ કરવા જતાં હિમ પ્રપાતને લીધે વિશ્વ વિખ્યાત નેપાળી પર્વતારોહક નિર્મલ પૂર્જા સહિત ૧૦ પર્વતારોહકો લાપત્તા બન્યા છે. પાકિસ્તાનની આલ્પાઇન કલબ તથા પાકિસ્તાનના સૈનિકો તેઓને શોધવા પ્રયત્નો કરી રહ્યા છે. જો કે, કોઈ પણ બચી શકયું હોય તેવી શકયતા ઓછી છે.
આ નેપાળી પર્વતારોહકે ૨૦૧૯માં છ માસથી થોડા વધુ દિવસોનાં વિશ્વનાં ૮૦૦૦ મીટર ઊંચા તેવા ૧૪ શિખરો સર કરી વિક્રમ સ્થાપ્યો હતો અને તેઓઉપર વિશ્વભરની માઉન્ટેનીયર્સ કલબે પ્રશંસાના પુષ્પો વરસાવ્યા હતાં. નિર્મલ પૂર્જાની પર્વતારોહક ટૂકડીમાં વિવિધ દેશોના મળી કુલ ૧૦ પર્વતારોહક હતા.તેમાં પાકિસ્તાન, ચીન, ઓમાન અને અમેરિકાના પર્વતારોહકો હતા. હાલ તેઓ કારાકોરમ-પર્વતમાળા પર આરોહણ કરી રહ્યા હતા. ત્યારે હિમપ્રાત થતા 10 જણા લાપતા થઈ ગયા હતા.
આ ટુકડીનું નેતૃત્વ નિર્મલ પૂર્જા કરી રહ્યા હતા. ગુરૂવારે સાંજે આ હિમ પ્રપાતની માહિતી મળતા કલબના પ્રમુખ મેજર જનરલ ઇર્ફાન અર્શાદ અને કલબના પદાધિકારીઓએ સરકારનો સંપર્ક સાંધ્યો હતો. ગુમ થનારાઓની શોધ તેમજ સહાય કાર્યમાં કલબના સભ્યો પણ સૈનિકોની સાથે કાર્યરત છે.પર્વતારોહકોની શોધ માટે હેલિકોપ્ટર્સની પણ મદદ લેવાી રહી છે. સદભાગ્યે કોઇ બચ્યા હોય તો તેને ઉગારી લેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.જો કે આ કાર્યવાહીમાં તોફાની પવનોને લીધે બચાવ કાર્યમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026