સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
August 19, 2025

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જળબંબાકારની સ્થિતિ
ગત 24 કલાકમાં ગુજરાતના 82 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 12 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. તો બીજી તરફ વેરાવળમાં 6 ઇંચ અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોએ રાત ઉજાગરા કરવા પડ્યા છે અને ઘરવખરીને પણ નુકસાન થયું છે.
જૂનાગઢના માળીયા હાટીનાનો ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે લાછડી નાની સિંચાઈ ડેમ પણ છલકાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે પણ જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સક્રિય થયેલી ચાર વરસાદી સિસ્ટમોને કારણે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
Related Articles
અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી
અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુ...
Sep 09, 2025
ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર
ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી...
Sep 09, 2025
ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ
ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની...
Sep 08, 2025
'પહેલા ખાડા દૂર કરો', રાજકોટમાં હેલ્મેટ માટે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ સામે લોકોમાં રોષ
'પહેલા ખાડા દૂર કરો', રાજકોટમાં હેલ્મેટ...
Sep 08, 2025
સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ કરાયા, અનેક ગામોમાં બેટમાં ફેરવાયા
સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ...
Sep 08, 2025
કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ
કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા...
Sep 08, 2025
Trending NEWS

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025