કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ

September 08, 2025

ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. રાપરમાં અત્યાર સુધીમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભચાઉ અને નખત્રાણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. કલેકટર અને DDOની સૂચના મુજબ અતિભારે વરસાદના કારણે સોમવારે (આઠમી સપ્ટેમ્બર) કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે અને બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે.

કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઈંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.  અંજારના ટપ્પર ડેમ 80 ટકા પાણીથી ભરાઈ જતા પશુડા તથા આસપાસના ગામોને ઍલર્ટ કરાયા છે.

ભૂજ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂજના જ્યુબલી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, તો અનેક માર્ગો પરથી પાણી વહી રહ્યા છે. શહેરનું હૃદય સમૂહ હંમેશા તળાવ ઓવરફ્લો થવાને માત્ર બેથી ત્રણ ફૂટ દૂર રહેવા પામ્યું છે. બીજી તરફ ભૂજમાં વહેલી સવારથી વીજ પ્રવાહ ખોરવાયો છે.