કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લોકો ઘાયલ

October 29, 2024

દિવાળી પહેલા કેરળના કાસરગોડમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વિસ્ફોટના કારણે સ્થળ પર સ્થિતી બગડી હતી. કાર્યક્રમમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.

આ ઘટના અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં બની હતી. અહીં મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રે 12.30 વાગ્યે અચાનક ફટાકડા ફૂટવા લાગ્યા અને થોડી જ વારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા.

ઘટના દરમિયાન લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. વિસ્ફોટના કારણે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 97 ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે.