'16000 અમેરિકન્સને નોકરીથી કાઢી મૂક્યા...', H1-B વિઝા ફી વધારવાનું અમેરિકાએ આપ્યું કારણ
September 21, 2025
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H-1B વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે. દરેક નવી અરજી સાથે 100,000 ડૉલર એટલે કે 88 લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે. હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે રાતોરાત H1-B વિઝાની ફી આટલી બધી કેમ વધારી દીધી? હવે વ્હાઈટ હાઉસે આના જવાબમાં એક ફેક્ટ શીટ જાહેર કરી છે.
વ્હાઈટ હાઉસની આ ફેક્ટ શીટ પ્રમાણે ઘણી અમેરિકન કંપનીઓ H1-B વીઝા દ્વારા અન્ય દેશોમાંથી આવેલા લોકોને ઓછી સેલેરીમાં કામ આપે છે અને મોટી સંખ્યામાં અમેરિકન્સને નોકરીમાંથી કાઢી મૂક્યા.
વ્હાઈટ હાઉસનું કહેવું છે કે, 2023માં IT ક્ષેત્રમાં H1-B વીઝાની માગ 32% હતી, જે હવે વધીને 65% થઈ ગઈ છે. આ પરથી જાણી શકાય કે, H1-B વીઝાના કારણે અમેરિકન યુવાઓમાં બેરોજગારી વધી રહી છે. વ્હાઈટ હાઉસની ફેક્ટ શીટ પ્રમાણે તાજેતરમાં જ કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક કરનારા 6.1% યુવા બેરોજગાર છે અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરનારા 7.5% યુવાઓ પાસે નોકરી નથ. ઈતિહાસ સહિત અન્ય વિષયોમાં આ આંકડા વધુ છે. વ્હાઈટ હાઉસની ફેક્ટ શીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, STEM ક્ષેત્રોમાં માત્ર 44.5% નોકરીમાં જ વધારો થયો છે. જોકે, જોકે, 2000-2019ની વચ્ચે STEM ક્ષેત્રોમાં વિદેશીથી આવતા કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.
Related Articles
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ ઊઠાવ્યા
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4...
Jul 01, 2026
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા દક્ષિણ કોરિયાનું 576 અબજ ડોલરનું જંગી રોકાણ
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્ર...
Jun 30, 2026
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધ...
Jun 29, 2026
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 2...
Jun 29, 2026
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉદી અરબમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડતાં 25 લોકોનાં મોત
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉ...
Jun 29, 2026
Trending NEWS
01 July, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026