રાજડામાં લેન્ટેના પોઈઝનના કારણે એક સાથે 18 ઊંટના મોત, PM રિપોર્ટ આવતા પશુ પાલકો પણ ચોંકી ગયા

September 06, 2026

કચ્છ- માંડવીના રાજડામાં એક સાથે 18 ઊંટના મોતનો ભેદ ઉકેલાયો છે. ઊંટોના મોતનું સત્ય જાણવા માટે PM રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં PM રિપોર્ટ આવતા પશુ પાલકો પણ ચોંકી ગયા હતા. PM રિપોર્ટ અનુસાર, લેન્ટેના પોઈઝનના કારણે તમામ ઊંટોના મોત નીપજ્યા છે. લેન્ટેના નામની ઝેરી વનસ્પતિ ખાધા બાદ ઊંટોના મોત થયા હોવાનું સ્પષ્ટ થયું છે.


કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદીની ઘટ વચ્ચે માંડવીના રાજડામાં પશુપાલક 18 જેટલાં ઊંટોને ચરાવવા લઈ ગયા હતા. આ પછી આ તમામ ઊંટોના શંકાસ્પદ રીતે મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટના પાછળની તથ્ય જાણવા ઊંટોના PM રિપોર્ટ કરવામાં આવ્યા હતા. PM રિપોર્ટમાં લેન્ટેના નામની ઝેરી વનસ્પતિ ઊંટોએ ખાધી હોવાનું સ્પષ્ટ થયું હતું. આમ, ઊંટો જ્યારે ચરી રહ્યા હતા ત્યારે લેન્ટેના નામની ઝેરી વનસ્પતિ ખાવાથી એકાએક તબિયત લથડી હતી અને મોતને ભેટ્યા હતા. એકસાથે 18 ઊંટોના મોત થતાં પશુ પાલિકો ચિંતાતુર થયા છે. એક તરફ વરસાદની ઘટ છે, ત્યારે અમુક વિસ્તારોમાં ઝેરી વનસ્પતિના કારણે પશુ પાલિકોમાં ભય છવાયો છે. લેન્ટેના એક અત્યંત આક્રમક અને ઝેરી વનસ્પતિ છે. ગુજરાતીમાં તેને સામાન્ય રીતે ગાંધારી, ગંધાતી ફૂલકાકરી અથવા રાઈ મુનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ તેના રંગબેરંગી ફૂલોને કારણે ખૂબ જ આકર્ષક લાગે છે, પરંતુ પર્યાવરણ અને પશુઓ માટે તે ખૂબ જ હાનિકારક છે.