ઇઝરાયલ ઘેરાયું : ઈરાન અને હમાસ બાદ હવે તૂર્કિયે સાથે પણ સીધો ટકરાવ

September 06, 2026

આપણા સમયના સૌથી મોટા ભૂ-રાજકીય સંઘર્ષમાં ઇઝરાયલ હાલમાં એક સાથે 8 મોર્ચાઓ પર ગંભીર જોખમોનો સામનો કરી રહ્યો છે. દેશની સ્થાપનાથી જ તે અસ્તિત્વના જોખમો સામે લડી રહ્યો છે, પરંતુ વર્તમાન સમયમાં આ જોખમો અનેકગણા વધી ગયા છે. દેશની લશ્કરી શક્તિ અને સુરક્ષા વ્યવસ્થા પર તેની ઊંડી અસરો પડી રહી છે.
આ આઠ મોર્ચાઓમાંથી સૌથી નવો અને અણધાર્યો તણાવ ઇઝરાયલ અને તુર્કી વચ્ચે વધ્યો છે. તુર્કીના પ્રમુખ ઇસ્લામી દુનિયાના નેતા બનવાની મહત્ત્વાકાંક્ષા રાખીને વિના કારણ ઇઝરાયલ સાથે ઘર્ષણ કરી રહ્યા છે, જ્યારે બંને દેશો વચ્ચે સીધી સરહદ કે અન્ય કોઈ સીધો વિવાદ નથી.


ગાજામાં હજી પણ હમાસ સૌથી મોટું જોખમ છે. 7 ઓક્ટોબર 2023 પછીથી સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ છે. આ ઉપરાંત, વેસ્ટ બેંકમાં પેલેસ્ટિનિયન ઇસ્લામિક જિહાદ (PIJ) અને અલ-અક્સા માર્ટિયર્સ જેવા સશસ્ત્ર જૂથો પણ ઇઝરાયલ માટે સતત સુરક્ષા પડકાર ઊભો કરી રહ્યા છે. હજારો કિલોમીટર દૂર હોવા છતાં ઈરાન દ્વારા પરમાણુ મહત્ત્વાકાંક્ષા અને મિસાઈલ હુમલાઓનું જોખમ યથાવત છે. બીજી તરફ, સીરિયાની સરહદે ગોલાન હાઇટ્સ અને દમાસ્કસ પર થતા સંઘર્ષો પણ ઇઝરાયલની સુરક્ષા માટે મોટો પડકાર છે. લેબનાન સાથેના દાયકાઓ જૂના વિવાદ ઉપરાંત હિજબુલ્લાહ સાથે ચાલી રહેલી ભીષણ લડાઈ ઇઝરાયલને આર્થિક અને લશ્કરી રીતે થકવી રહી છે. સાથે જ, યમનના હૂથી સૈનિકો દ્વારા લાલ સમુદ્ર અને મિસાઈલ માધ્યમોથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, 
લેબનાન સાથેના દાયકાઓ જૂના વિવાદ ઉપરાંત હિજબુલ્લાહ સાથે ચાલી રહેલી ભીષણ લડાઈ ઇઝરાયલને આર્થિક અને લશ્કરી રીતે થકવી રહી છે. સાથે જ, યમનના હૂથી સૈનિકો દ્વારા લાલ સમુદ્ર અને મિસાઈલ માધ્યમોથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ઇઝરાયલ એકસાથે 8 મોરચે ઘેરાયેલું છે.