ચાણસ્મા ફાર્મ હાઉસ કાંડમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા મુદ્દે કોર્ટ લાલઘૂમ, એસપી-ડીવાયએસપી સસ્પેન્શનની માંગ
September 01, 2026
પાટણ જિલ્લાના જીલીયા-ચાણસ્મા વિસ્તારમાં 18 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાના મામલે પોલીસની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાની ગંભીર નોંધ લઈને પાટણ પોલીસને કાયદેસરની નોટિસ ફટકારી છે. આરોપીઓને રસ્તા પર માર મારવા અને દાદાગીરી કરવાના કથિત આક્ષેપો ફરી એકવાર કોર્ટના ધ્યાન પર આવતા ન્યાયતંત્રે લાલ આંખ કરી છે. આ મામલે પીડિત પક્ષ દ્વારા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે અગાઉ થયેલા એક હુમલા અને તોડફોડમાં પોલીસના વાહનને નુકસાન પહોંચ્યું હતું અને સીસીટીવી ફૂટેજમાં પોલીસની ટીમ પાછળ હટતી જોવા મળી હતી. આ દૃશ્યો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર ભારે સવાલો ઊભા થયા હતા. પોતાની કામગીરી બતાવવા માટે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી, જેમાં કુલ 18 આરોપીઓની ઓળખ થઈ હતી. ત્યારબાદ આ તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ધરપકડ બાદ આ તમામ 18 આરોપીઓને ચાણસ્મા પોલીસ મથકેથી જાહેર માર્ગો પર દોરડાથી બાંધીને લઈ જવામાં આવ્યા હતા. આ જાહેર સરઘસ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓને રસ્તા પર ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી અને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. કેટલાક અહેવાલો મુજબ, આરોપીઓ પોલીસની માફી માંગતા હોવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા અને ત્યારબાદ તેમને ગુનાના સ્થળે લઈ જઈને ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થતાં તે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ વિવાદિત કાર્યવાહીના પડઘા રૂપે પાટણના પોલીસ અધિક્ષકે ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ આર. એચ. સોલંકી, એએસઆઈ હરેશ અર્જનભાઈ અને હેડ કોન્સ્ટેબલ સંજય મોહનલાલ સહિત કુલ 8 પોલીસકર્મીઓ સામે શિક્ષાત્મક પગલાં લીધા હતા. જોકે, આટલી કાર્યવાહી પૂરતી ન હોવાનું માનીને પીડિતોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી પોલીસ અધિકારીઓની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પીડિતોએ જિલ્લાના એસપી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. હાલ હાઈકોર્ટે આ સમગ્ર કેસ મામલે કડક વલણ અપનાવીને પોલીસ તંત્ર પાસેથી વિસ્તૃત જવાબ માંગ્યો છે.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026