સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત, કોઈપણ બીમારી ન હતી

March 26, 2024

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયુ છે. જેમાં સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ગવિયર ગામના સાહિલ પટેલનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. સાહિલ પટેલને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી.

35 વર્ષના જિમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત થતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. રાત્રી દરમિયાન અચાનક ઢળી પડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગવિયર ગામના સાહિલ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયુ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.