ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ચાકુથી 49 વર્ષીય મહિલાનો આતંક, એકનું મોત, પોલીસે આરોપીને ઠાર કરી
September 01, 2026
ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં બે લોકોને ચાકુ મારનાર 49 વર્ષીય પામેલા સિસ્નેરોસને પોલીસે ગોળી મારીને ઠાર કરી હતી. સોમવારે બનેલી ઘટના બાદ ત્રણેયને બેલેવ્યુ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સિસ્નેરોસ અને મહિલા પીડિતાનું મોત થયું હતું, પુરુષની હાલત સ્થિર છે.
ન્યૂયોર્ક પોલીસ કમિશનર જેસિકા ટિશે પ્રેસ કોન્ફરન્સમાં હુમલાને અનિયમિત અને ઉશ્કેરણી વિનાનો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે મહિલાને અગાઉ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ટિશના જણાવ્યા મુજબ ક્વીન્સની સિસ્નેરોસે ટાઇમ્સ સ્ક્વેર પર 68 વર્ષીય પુરુષના પેટમાં બે છરીઓ વડે હુમલો કર્યો હતો અને થોડીવારમાં બીજી મહિલાના પેટમાં ચાકુ માર્યું હતું.
થોડી જ વારમાં પોલીસે સિસ્નેરોસનો સામનો કર્યો હતો. અધિકારીઓએ લગભગ 4 મિનિટ સુધી વાત કરી હતી પણ છરીઓ છોડાવી શક્યા નહોતા. બોડી કેમેરા ફૂટેજની સમીક્ષા કરનાર ટિશે કહ્યું હતું કે સિસ્નેરોસે કહ્યું હતું કે હું કંઈપણ છોડવાનો નથી, હું તમને બંનેને મારી નાખવાનું પસંદ કરીશ. અનેક અધિકારીઓએ સ્ટન ગન વડે કાબુ લેવાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યા હતા.
ત્યારબાદ છરીઓ લઈને આગળ વધતા બે અધિકારીઓએ સર્વિસ હથિયારોથી ગોળીબાર કર્યો હતો, જે બોડી કેમેરામાં કેદ થયો હતો. ન્યૂયોર્કના મેયર ઝોહરાન મામદાનીએ ઘાતક બળના ઉપયોગનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે હું એનવાયપીડી અધિકારીઓનો આભાર માનું છું જેમણે હુમલાને વધુ ખરાબ થતો અટકાવ્યો હતો, જોકે આ ઘટનાની તપાસ પ્રક્રિયા મુજબ થશે.
Related Articles
નેપાળ પૂર હોનારતમાં 962થી વધુના મોત: ભારતની ગંડક નદીમાંથી 23 મૃતદેહ મળ્યા, હજુ 4000 લોકો લાપતા
નેપાળ પૂર હોનારતમાં 962થી વધુના મોત: ભાર...
Sep 01, 2026
અમેરિકામાં કેરળની બે મહિલાઓની હત્યા, કોટ્ટાયમની યુવતીની અટકાયત, પરિવારે મિત્ર પર લગાવ્યો ગંભીર આરોપ
અમેરિકામાં કેરળની બે મહિલાઓની હત્યા, કોટ...
Sep 01, 2026
ઇસ્તાંબુલમાં મક્કા સંરક્ષણ કરારની પ્રથમ બેઠક: સુરક્ષા હેતુથી પાકિસ્તાનને 3 વર્ષ માટે કમાન સોંપાઈ
ઇસ્તાંબુલમાં મક્કા સંરક્ષણ કરારની પ્રથમ...
Sep 01, 2026
કિર્ગિસ્તાનમાં ભારત-રશિયાની બેઠક : આર્થિક વિકાસ માટે વિશ્વશાંતિ જરૂરી હોવાનો વડાપ્રધાન મોદીનો સ્પષ્ટ મત
કિર્ગિસ્તાનમાં ભારત-રશિયાની બેઠક : આર્થિ...
Sep 01, 2026
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
Trending NEWS
31 August, 2026
31 August, 2026
30 August, 2026
30 August, 2026
30 August, 2026
30 August, 2026
30 August, 2026
30 August, 2026
30 August, 2026
30 August, 2026