આજ રાતથી મુંબઈ સાથે જોડાયેલા 5 રોડ ટોલ ફ્રી થઈ જશે' શિંદે સરકારનો વધુ એક મોટો નિર્ણય

October 14, 2024

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહાયુતિની સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઇ રહી છે. શિંદે કેબિનેટે એક મોટું એલાન કરતાં મુંબઈમાં એન્ટ્રી કરતાં તમામ પાંચ ટોલ બૂથ પર લાઈટ મોટર વ્હિકલ માટે સંપૂર્ણ ટોલ માફીની જાહેરાત કરી દીધી. આ નિયમ આજે રાતે 12 વાગ્યે લાગુ થઈ જશે.

આ જાહેરાત બાદ નાના વાહનચાલકોએ તમામ પાંચ ટોલ બૂથ દહિસર,મુલુંડ, વાશી, એરોલી અને તિન્હંત નાકા પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. મહાયુતિનો આ નિર્ણય આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં  મતદારોને આકર્ષવા માટે લેવામાં આવ્યો છે. અગાઉ પણ કેબિનેટે તમામ જાતિ વર્ગને આકર્ષિત કરવા માટે જાતિ આધારિત કેટલાક લાભો જાહેર કર્યા હતા. આ બેઠકમાં નાણા મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ નિગમના ભંડોળમાં વૃદ્ધિ, મદરેસામાં શિક્ષકોના ફંડમાં વૃદ્ધિ, વાણી, લોહાર, નાથ પંથના સમુદાયો માટે નિગમ બનાવવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા.