'તમે લોકો અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર... ', પુતિન-કિમ જોંગને સાથે જોઈ અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ
September 03, 2025
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વિક્ટ્રી પરેડની ઠીક પહેલાં પ્રમુખ શી જિનપિંગ, વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનને લઈને કટાક્ષ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ચીનની આઝાદીમાં અમેરિકાની મુખ્ય ભૂમિકા રહી છે અને જિનપિંગને આ ભૂલવું ન જોઈએ. ટ્રમ્પ રશિયાના પ્રમુખ પુતિન અને નોર્થ કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનની મુલાકાતથી રોષે ભરાયા છે. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે, આ બંને અમેરિકા સામે કાવતરું ઘડી રહ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર પોસ્ટ શરે કરીને કહ્યું કે, 'મોટો પ્રશ્ન એ છે કે, શું ચીનના પ્રમુખ શી જિનપિંગ એ 'લોહી'નો ઉલ્લેખ કરશે જે અમેરિકાએ તેમના દેશની આઝાદી માટે વહાવ્યું હતું. ચીનની જીતમાં અનેક અમેરિકનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હું આશા કરું છું કે, તેમની બહાદુરી અને બલિદાનને યાદ રાખવામાં આવશે! અમેરિકા સામે કાવતરું ઘડવા માટે વ્લાદિમીર પુતિન અને કિમ જોંગને મારા તરફથી શુભકામના.' હકીકતમાં બુધવારે (3 સપ્ટેમ્બર) ચીને બેઇજિંગમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવાના છે. બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ પૂરા થવા પર આ પરેડનું આયોજન કરવામાં આવશે. દુનિયાના અનેક મોટા નેતા આ વિક્ટ્રી પરેડમાં સામેલ થવા ચીન પહોંચ્યા છે. પુતિન અને કિમ જોંગ ઉન પણ અહીં મળ્યા, પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન જશે કે નહીં તે વિશે કોઈ માહિતી નથી. ટ્રમ્પ રશિયાથી પહેલાથી જ નારાજ છે અને હવે કિમ જોંગ ઉન સાથે દેખાતા તે વધુ રોષે ભરાયા હોય તેવું જણાય છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત સહિત તમામ દેશો પર ટેરિફ લગાવ્યો છે. પરંતુ, ભારત સામે કંઇક વધારે જ કડક વલણ જોવા મળી રહ્યું છે. ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ એસસીઓ સમિટમાં ભાગ લેવા ચીન પહોંચ્યા હતા. આ દરમિયાન તે પુતિન અને જિનપિંગ સાથે જોવા મળ્યા હતા. અમેરિકાએ ટેરિફ લગાવ્યા બાદ ત્રણેયની મીટિંગ ટ્રમ્પ માટે એક મેસેજ સમાન હતી.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026