દિલ્હી, પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડમાં કુદરત વિફરી : ઘર-મકાન ડૂબ્યા, રસ્તાઓ પાણીમાં ગરકાવ

September 03, 2025

છેલ્લા બે દિવસથી ચોમાસુ દિલ્હી-એનસીઆરમાં ત્રાટક્યું છે. સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે આજે દિલ્હી-એનસીઆરમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આવી સ્થિતિમાં, નોઈડા-ગાઝિયાબાદમાં બધી શાળાઓ બંધ રાખવા અને ઓનલાઈન વર્ગો આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

ગુરુગ્રામમાં હજુ સુધી આવો કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અહીં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નોઈડા-ગાઝિયાબાદમાં 5 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે.

દિલ્હીમાં પૂરનો તોળાતો ખતરો
બીજી તરફ, દિલ્હી પૂરની કગાર પર છે. યમુના નદીએ ભયનું નિશાન વટાવી દીધું છે. યમુના નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢીને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.