છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 8 નક્સલી ઠાર, 1 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

June 15, 2024

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, અબુઝહમદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ ઠાર માર્યા છે. જ્યારે એક જવાન ઘાયલ થયો છે. અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. નારાયણપુર જિલ્લાના માડમાં છેલ્લા બે દિવસથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. નારાયણપુર-કોંડાગાંવ-કાંકેર-દંતેવાડા DRG, STF અને ITBP 53મી બટાલિયન દળો સંયુક્ત ઓપરેશનમાં સામેલ છે.