લોરેન્સ બિશ્નોઈ માસૂમ બાળક છે, ગાંધીવાદી છે...',- સાધ્વી પ્રાચી
October 25, 2024

મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ગુરુવારે પહોંચેલા હિંદુવાદી નેતા સાધ્વી પ્રાચીએ લોરેન્સ બિશ્નોઈ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'લોરેન્સ બિશ્નોઈ ગાંધીવાદી છે. સલમાન ખાને કેટલી યુવતીઓનું જીવન બરબાદ કર્યું છે અને આજે તેને જોખમ અનુભવાઈ રહ્યું છે. હું કોઈ ગુનેગારનું સમર્થન કરી રહી નથી પરંતુ બિશ્નોઈ એક ગાંધીવાદી છે. બિશ્નોઈ માસૂમ બાળક છે. મે તો મીડિયામાં જોયો છે. આ અસલી ભાઈચારો નિભાવી રહ્યો છે. બિશ્નોઈ અસલી કામ ગાંધીનું કરી રહ્યો છે. બિશ્નોઈ સમાજ પણ પ્રકૃતિની પૂજા કરે છે, જીવોની પૂજા કરે છે. ગાંધીજી પણ જીવોના સમર્થનમાં હતા.'
19 ઓક્ટોબરે મુઝફ્ફરનગરના બુઢાના વિસ્તારમાં થયેલી હિંસા પર પણ સાધ્વી પ્રાચીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મુઝફ્ફરનગર માંડ-માંડ બચ્યુ. મુઝફ્ફરનગરનો નાશ કરવા માટે અમુક લોકો ષડયંત્ર કરી રહ્યાં છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ દારૂગોળાના ઢગલા પર બેઠું છે. તેથી સરકાર તેની પર ધ્યાન આપીને ગુપ્ત એજન્સીને કામે લગાડીને આમાં આકરી કાર્યવાહી કરે. ઉપદ્રવના મામલે ઓવૈસીની પાર્ટીના નેતાઓના નામ આવવા પર સાધ્વી પ્રાચીએ કહ્યું કે ઓવૈસી દેશમાં ગૃહ યુદ્ધ કરાવવા ઈચ્છે છે. આ મામલે સામેલ આરોપીઓની મુઝફ્ફરનગર પોલીસ તાત્કાલિક ધરપકડ કરે. કેમ કે આ નાનો મામલો નહોતો.
સાધ્વી પ્રાચીએ કહ્યું કે હું મુઝફ્ફરનગરમાં આવતી- જતી રહું છું. મારે દિલ્હી જવાનું છે. બુઢાનાની અંદર જે એક મોટી દુર્ઘટના થઈ જવા જઈ રહી હતી તેમાં મુઝફ્ફરનગર માંડ-માંડ બચ્યુ. તેમણે કહ્યું કે આજે અહોઈ છે. દરમિયાન હું પરિવારને મળવા જઈ શકું છું. મુઝફ્ફરનગરમાં હિંસા ફેલાવવા માટે અમુક લોકો ષડયંત્ર રચી રહ્યાં છે અને આ પશ્ચિમી ઉત્તર પ્રદેશ દારૂગોળાના ઢગલા પર બેઠું છે.
Related Articles
'મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે...' ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો
'મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે...' ભાષા...
Jul 26, 2025
ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે... અલ્લાહાબાદ હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી
ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીન...
Jul 26, 2025
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં...
Jul 26, 2025
PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, 75% રેટિંગ સાથે પ્રથમ સ્થાને
PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, 75%...
Jul 26, 2025
LoC પાસે લેન્ડ માઇન બ્લાસ્ટ, 1 જવાન શહીદ, 3 ઇજાગ્રસ્ત
LoC પાસે લેન્ડ માઇન બ્લાસ્ટ, 1 જવાન શહીદ...
Jul 26, 2025
ભારતીય સેનાની તાકાતમાં વધારો, BEL સાથે કરાઇ 2000 કરોડની ડીલ
ભારતીય સેનાની તાકાતમાં વધારો, BEL સાથે ક...
Jul 26, 2025
Trending NEWS

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

25 July, 2025

25 July, 2025

25 July, 2025