મોહમ્દ રફીની બાયોપિકની તૈયારી, મુખ્ય કલાકારની શોધ

July 26, 2025

મુંબઇ : મખમલી અવાજના માલિક કહેવાતા દિવંગત સિંગર મોહમ્મદ રફીની બાયોપિક બની રહી છે. 'ઓહ માય ગોડ' ફિલ્મના સર્જક ઉમેશ શુકલાએ પોતે આ બાયોપિક બનાવી રહ્યા હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મેં હાલમાં જ આ બાયોપિક માટે  સ્ક્રિપ્ટ પુરી કરી છે અને હવે મોહમમ્દ રફીના પાત્રને ન્યાય આપી શકે તેવા અભિનેતાની શોધ શરૂ કરીશ. તમેણે એમ પણ કહ્યું હતું કે, બાયોપિકમાં રફીના મૂળ ગીતોનો સમાવેશ કરશે. ઉમેશ શુક્લાની આ ઘોષણા ત્યારેઆવી છે જ્યારે વધુ એક મહાન ગાયક કિશોર પર બની રહેલી બાયોપિક  તેમના પરિવાર દ્વારા દિગ્દર્શકને અનુમતિ ન આપવા માટે અટકી પડી છે. અનુરાગ બાસુ સહિત ઘણા દિગ્દર્શકો અભિનેતા-ગાયક પર આધારિત  ફિલ્મ બનાવવામાં રસ દાખવી રહ્યા છે. કિશોર કુમારના રોલ માટે  રણબીર કપૂર સહિતના અભિનેતાઓનાં નામ  ચર્ચાઈ ચૂક્યાં છે. જોકે, કોઈ આખરી નિર્ણય લેવાયો નથી.