38 વર્ષીય અભિનેત્રીએ હજુ લગ્ન નથી કર્યા, કહ્યું - બે ત્રણ મહિનાથી વધારે તો ટકતા નથી...
July 26, 2025
અભિનેત્રી ઝરીન ખાને 2010માં સલમાન ખાનની ફિલ્મ 'વીર' થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેનું ફિલ્મી કરિયર લાંબું ન ચાલ્યું. અભિનેત્રીની પ્રોફેશનલ લાઈફ તો વધુ સક્સેસફુલ ન જ રહી પરંતુ બીજી તરફ તેની પર્સનલ લાઈફ પણ સારી ન રહી. અભિનેત્રી ઝરીન 38 વર્ષની છે, પરંતુ તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. તે સિંગલ છે. તાજેતરમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે લગ્ન વિશે પોતાનો ઓપિનિયન આપ્યો હતો. અભિનેત્રીને એક યુઝરે કોમેન્ટ કરી હતી કેસ 'લગ્ન કરી લો વૃદ્ધ થઈ રહી છે.' આ કોમેન્ટનો રિપ્લાઈ આપતા ઝરીને કહ્યું કે, 'તો શું લગ્ન કરીને હું યુવાન થઈ જઈશ? મને એ નથી સમજાતું કે શું આ માત્ર આપણા દેશમાં જ થાય છે કે પછી યૂનિવર્સલ સમસ્યા છે કે લગ્ન જ દરેક સમસ્યાનું સમાધાન છે.' અભિનેત્રીએ આગળ કહ્યું કે, 'એક વ્યક્તિ જે પોતાની જવાબદારી લેવા માટે જ સક્ષમ નથી તેના પર તમે એક બીજી વ્યક્તિની જવાબદારી થોપી દો, તો તે પોતાનું જીવન પણ ખરાબ કરશે અને સામે વાળાનું જીવન પણ ખરાબ કરશે. જો બાળક પોતાના કંટ્રોલમાં ન રહે તો પણ એવું કહેવામાં આવે છે કે, દીકરી હવે આપણા હાથમાંથી નીકળી ગઈ છે. તો હવે તેનું પણ સોલ્યુશન એ જ હશે કે લગ્ન કરાવી દો એટલે બધુ બરાબર થઈ જશે.'
અભિનેત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, 'હાલના સમયમાં તો લગ્ન બે-ત્રણ મહિનાથી વધારે ટકતા નથી. તો પછી લગ્ન દરેક સમસ્યાનું સમાધાન નથી.'
અભિનેત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, 'હાલના સમયમાં તો લગ્ન બે-ત્રણ મહિનાથી વધારે ટકતા નથી. તો પછી લગ્ન દરેક સમસ્યાનું સમાધાન નથી.'
Related Articles
‘હવે આઈટમ સોન્ગ નહીં કરું...’ નોરા ફતેહીએ 'સરકે ચુનર' ગીતના વિવાદ વચ્ચે NCW સમક્ષ માફી માગી
‘હવે આઈટમ સોન્ગ નહીં કરું...’ નોરા ફતેહી...
May 09, 2026
અક્ષય કુમારે આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે
અક્ષય કુમારે આંખની સર્જરી કરાવી, થોડો સમ...
May 09, 2026
શક્તિ કપૂરના મોતની અફવા ફેલાઈ, દિગ્ગજ અભિનેતાએ કહ્યું - હું આવા લોકો સામે એક્શન લઈશ
શક્તિ કપૂરના મોતની અફવા ફેલાઈ, દિગ્ગજ અભ...
May 09, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કર...
May 06, 2026
પ્રિયંકાની વારાણસીનું શુટિંગ પાણીનાં વાંકે અટકી પડયું
પ્રિયંકાની વારાણસીનું શુટિંગ પાણીનાં વાં...
May 06, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપ...
May 06, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026