ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ

July 26, 2025

ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, કારણ કે હાલ એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું જણાવ્યું છે, જેના કારણે રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યા સુધી માટે 11 જિલ્લામાં યલો એલર્ટ અને 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાક ગુજરાત માટે ભારે રહેશે. આ ઉપરાંત આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (26 જુલાઈ) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, નર્મદા, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે, 27 જુલાઈએ પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગે આગામી 26, 27 અને 29 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 27 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.બીજી તરફ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. તેમણે ખાસ કરીને 27 અને 28 જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગો જળતરબોળ થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ કાળજી લેવા સૂચના અપાઈ છે.