ગિલ-ગંભીરની જોડી સ્ટાર સ્પિનર કુલદીપની કેમ અવગણના કરી રહી છે? બોલિંગ કોચે ફોડ પાડ્યો

July 26, 2025

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ પણ ભારતીય ટીમ માટે ખરાબ સાબિત થઈ છે. ટેસ્ટ મેચના બીજા અને ચોથા દિવસે ઈંગ્લેન્ડ ટીમને બેટરોએ ભારતીય બોલરોને હંફાવ્યા હતા. આ દરમિયાન બધાને સ્ટાર સ્પિનર કુલદીપ યાદવની યાદ આવી રહ્યો છે. નોંધનીય છે કે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવે એક પણ મેચ રમી નથી. ત્યારે ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કલે જણાવ્યું કે, સ્પિનર કુલદીપ યાદવની આ મેચમાં કેમ અવગણના કરી રહી છે? માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 500 રનો આંકડો પાર કરી લીધે છે. ત્રીજા દિવસ (25મી જુલાઈ)ની મેચ પછી પ્રેસ કોફન્સરમાં ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કલે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, જ્યારે ક્રિકેટના મેદાનમાં રમવા ઉતર્યે, ત્યારે એ વિચારીએ છીએ કે, કેવી રીતે બેટિંગ લાઈન અપ લાંબુ અને મજબૂત બનાવી શકાય છે અને સંતુલન કેવી રીતે જાળવી રાખવું. અમે જાણીએ છીએ કે, કુલદીપ યાદવ શાનદાર બોલર છે અને હાલ પણ જોરદાર બોલિંગ કરી રહ્યો છે. અમે તેમને મેદનમાં ઉતરાવા માટે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ બેટિંગનું સંતુલન જાળવી રાખવા માટે મુશ્કેલી વધી જાય છે.'  કુલદીપ યાદવ અંગે બોલિંગ કોચ મોર્ને મોર્કલે જણાવ્યું કે, 'પીચમાં થોડી સ્પિન થઈ રહી છે. જેથી વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા ટીમમાં સામેલ કર્યા છે. જો કે, અમે કુલદીપ યાદવને પણ મેદાનમાં લાવવાનો પ્રયત્ને કરી રહ્યા છે. પરંતુ ટોચના છ બેટર પાસેથી રન બનાવવાની અપેક્ષાના કારણે તેમને મેદાનમાં ઉતારી શકતા નથી.' ઉલ્લેખનીય છે કે, મેચ પહેલા ભારતીય ટીમમાં બેલિંગ વિભાગમાં બે જગ્યા ખાલી હતી, કારણ કે આકાશ દીપ અને નિતીશ કુમાર રેડ્ડી ઈજાગ્રસ્ત થયા હતા. અર્શદિપ સિંહને આકાશની જગ્યાએ મુકવાના હતા, પરંતુ તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. છતા ગૌતમ ગંભીર ની આગેવાની હેઠળ કુલદીપ યાદવની અવગણના કરવામાં હતી. તેમની જગ્યાએ શાર્દુલ ઠાકુરને સામેલ કર્યો પરંતુ 135 ઓવરમાથી શાર્દુલને 11 ઓવર ફેંકવા મળી હતી.