ભારતીય સેનાની તાકાતમાં વધારો, BEL સાથે કરાઇ 2000 કરોડની ડીલ

July 26, 2025

ભારતીય સેનાની તાકાતમાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. ભારતીય સંરક્ષણ મંત્રાલય સેના માટે સૌથી સચોટ હથિયાર, એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર ખરીદવા જઈ રહ્યું છે.જેના માટે મંત્રાલયે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ સાથે 2000 કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી છે. આ રડારને ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ અને ડીઆરડીઓ બંને મળીને બનાવશે.

એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર છે શું ?
એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર એ એક એર ડિફેન્સ સિસ્ટમ છે જે ટાર્ગેટને ડિટેક્ટ કરી તેની દિશા, તેનુ અંતર, તેની ઉંચાઇ અને સ્પીડ જેવી અનેક જાણકારીઓ આપે છે. જેથી કરીને સેના પાસેના હથિયારથી નિશાનો લગાવીને તેને નષ્ટ કરી શકાય.આ રડારને બનાવવા પાછળનું કારણ એ છે કે યુદ્ધ સમયે હવાઇ હુમલા જેમ કે લડાકૂ વિમાન, હેલીકોપ્ટર, ડ્રોન અને ક્રૂઝ મિસાઇલ્સને ડિટેક્ટ કરવું છે. એટલે કે આ રડારને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે જે એન્ટી એર ક્રાફ્ટ ગનથી હવામાં જ મિસાઇલને કંટ્રોલ કરી શકે

આ પહેલાં પણ DRDO એક ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેનાને બનાવીને આપી ચૂક્યુ છે. આપને જણાવી દઇએ ભારતીય સેના માટે બનાવવામાં આવી રહેલુ મોડર્ન રડાર L70 તોપ માટે ડિઝાઇન કરવામાં આવી છે. જે ઓછા અંતર વાળા હવાઇ હુમલાથી રક્ષા કરવામાં સક્ષમ રહેશે. હવે ભારતીય સેનામાં વધુ એક સિસ્ટમનો ઉમેરો થવા જઇ રહ્યો છે અને 2000 કરોડની ડીલ કરવામાં આવી છે. એટલે કે નવા રડારથી હવે સૈન્યને ટાર્ગેટ અને ટ્રેકિંગને લઇને સરળતા બની રહેશે.