PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, 75% રેટિંગ સાથે પ્રથમ સ્થાને

July 26, 2025

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે ઉભરી આવ્યા છે. બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલા જુલાઈ 2025 ના તાજેતરના સર્વે રિપોર્ટ અનુસાર, PM મોદીને 75% લોકોની મંજૂરી રેટિંગ મળી છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન કરવામાં આવ્યો હતો આ સર્વેમાં 20 થી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ભાજપ આઇટી સેલના વડા અમિત માલવિયાએ પણ તેમની પોસ્ટમાં આ રિપોર્ટનો ડેટા શેર કર્યો છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, પીએમ મોદી પ્રથમ સ્થાને છે, જ્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ બીજા સ્થાને છે, જેમની મંજૂરી રેટિંગ 59% છે. દ.કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ બીજા સ્થાને, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલે ત્રીજા સ્થાને, કેનેડાના માર્ક કાર્ની રેટિંગમાં ચોથા સ્થાને, ઓસ્ટ્રેલિયા PM એન્થોની અલ્બેનીઝ પાંચમા સ્થાને. ટ્રમ્પ લોકપ્રિય નેતાની રેટિંગમાં ગગડ્યા હતા.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 44% લોકોનું સમર્થન છે, પરંતુ 50% લોકો તેમની વિરુદ્ધ છે. તે જ સમયે, સૌથી ઓછા લોકપ્રિય લોકશાહી નેતાઓમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ચેક રિપબ્લિકના વડા પ્રધાન પેટ્ર ફિઆલાનો સમાવેશ થાય છે, જેમને ફક્ત 18% લોકોનું સમર્થન મળ્યું છે, જ્યારે 74% લોકો તેમનાથી અસંતુષ્ટ છે.