નીતિશ કુમારની મોટી જાહેરાત, પત્રકારોને દર મહિને મળશે 15000 રૂપિયા પેન્શન

July 26, 2025

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી વર્ષમાં એક બાદ એક મોટી જાહેરાત કરી રહ્યા છે. ત્યારે વધુ એકવાર નીતિશ કુમારે મહત્વની જાહેરાત કરી છે. નીતિશ સરકારે રાજ્યના પત્રકારોને મળનારા પેન્શનની રકમ 6 હજારથી વધારીને 15 હજાર કરી દીધી છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણકારી આપી.

સીએમ નીતિશ કુમારે કહ્યું કે પત્રકારોને પેન્શનની રકમ અઢી ગણી વધારી છે. દર મહિને 15000 રૂપિયા મળશે જે પહેલા 6000 હતી. તેમણે એમ પણ કહ્યું કે પત્રકારોએ લોકતંત્રનો ચોથો સ્તંભ છે. તેમની લોકતંત્રમાં મહત્વની ભૂમિકા છે. તેઓ સારી સુવિધાઓ મળે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. તેઓ નિષ્પક્ષ રીતે પત્રકારિતા કરી શકે અને સેવા નિવૃત્તિ ઉપરાંત સન્માનજનક રીતે પોતાનું જીવન જીવી શકે છે.

મહત્વનું છે કે સીએમ નીતિશ કુમારે વવૃદ્ધ, દિવ્યાંગ તેમજ વિધવાને મળતી પેન્શનની રકમમાં વધારો કરી જ ચૂક્યા છે. આ ઉપરાંત 125 યુનિટ સુધી ફ્રી વીજળી યોજના પણ લાગુ કરી છે. મહત્વનુ છે કે બિહારમાં આગામી મહિનાઓમાં ચૂંટણીઓ શરૂ થવાની છે જેને લઇને સીએમ નીતિશ કુમાર મોટી મોટી જાહેરાત કરી રહ્યા છે.