દાહોદના પરિવારનો રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત:5નાં મોત

October 24, 2024

સિરોહી  :  રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે ગુજરાતના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દાહોદથી પોતાના વતન રાજસ્થાન જવા નીકળેલો પરિવાર ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 1 અન્ય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પોલીસની મદદથી તમામને કારમાંથી બહાર કાઢ્યા અને પછી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા.

આ તમામ 6 લોકો એક જ પરિવારના સભ્યો છે. પરિવાર મૂળ રાજસ્થાનનો હતો, પરંતુ છેલ્લાં 40 વર્ષથી દાહોદના લીમખેડામાં રહેતો હતો. આજે સવારે તેઓ ગુજરાતથી પોતાના વતન જવા નીકળ્યા હતા. દરમિયાન આ અકસ્માત સિરોહીના સરનેશ્વર પુલિયા અને સરનેશ્વર મંદિર વચ્ચે થયો હતો. પોલીસ અધિકારીઓએ તપાસ બાદ જણાવ્યું કે કારનું આગળનું ટાયર અચાનક ફાટ્યું, જેના પછી કાર બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર પાર કરીને નાળામાં પડી ગઈ.

અકસ્માતનો ભોગ બનનાર પરિવાર મૂળ ફલોદી, રાજસ્થાનનો હતો. પરંતુ છેલ્લાં 40 વર્ષથી દાહોદ જિલ્લાના લીમખેડામાં રહેતો હતો. પ્રતાપ (53) પુત્ર કાંતિલાલ ભાટી, રામુરામ (50) પુત્ર પ્રેમરામ ભાટી, ઉષા (50) પત્ની પ્રતાપ ભાટી, પુષ્પા (25) પત્ની જગદીશ ભાટી અને આશુ (11 મહિના) પુત્ર જગદીશ ભાટીનું મૃત્યુ થયું હતું. તે જ સમયે, રમેશ ભાટીની પત્ની શારદા (50) ઘાયલ થઈ હતી.

ડીએમ-એસપી ઘટનાસ્થળે પહોંચ્યા આ દુર્ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા કલેક્ટર અલ્પા ચૌધરી, એસપી અનિલ કુમાર બેનીવાલ, તહસીલદાર જગદીશ બિશ્નોઈ, સીઓ મુકેશ ચૌધરી, પોલીસ સ્ટેશન ઓફિસર કૈલાસદાન ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટના પર શોક વ્યક્ત કર્યો.