ઉત્તરપ્રદેશના પોલીસ કર્મચારી ફોનમાં ડિજિટલ કાર્ડ ઓપન કરતા જ ખાતામાંથી ઉપડી ગયા પૈસા

August 27, 2025

અમેઠી જિલ્લામાં સાયબર હેકર્સે પોલીસકર્મીઓને નિશાનો બનાવ્યા છે. જામો અને જગદીશપુર પોલીસ સ્ટેશનમાં કામગીરી કરી રહેલા 3 પોલીસ કર્મચારીઓ આ હુમલાનો શિકાર થયા છે. હેકર્સે તેમના વોટસએપ પર એક એપીકે ફાઈલ મોકલી. આ ફાઈલને ખોલતા જ તેમનો ફોન હેક થઈ ગયો અને તેમના બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા. જો કે પોલીસ બદનામીના ડરથી પૈસા કપાયા હોવાની વાતનો ઈનકાર કરી રહી છે.

જાણકારી મુજબ હેકર્સે પોલીસકર્મીઓને એક લગ્નનું ડિજિટલ કાર્ડ મોકલ્યું હતું, જેમાં એક ખાસ કોડની સાથે લખ્યું હતું 'સ્વાગત છે...લગ્નમાં જરૂર આવો. પ્રેમ તે માસ્ટર ચાવી છે જે ખુશીના દ્વાર ખોલે છે' આ લિંકને ક્લિક કરતા જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો. પોલીસકર્મી આ પ્રકારની સાયબર છેતરપિંડીનો શિકાર થઈ ગઈ.

જ્યારે તે પોતે સાયબર ગુનેગારો સામે લડવા માટે પ્રશિક્ષિત છે. એક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે સાયબર હુમલા બાદ પોલીસ કર્મચારીઓએ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારબાદ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના સાયબર સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઉભા કરે છે. સાથે જ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ હોય સાયબર હેકર્સની જાળમાં ફસાઈ શકે છે.