વેપાર સમજૂતી પર જલ્દી જ સમાધાન નીકળશે, ટ્રમ્પના ટેરિફ વચ્ચે શ્રૃંગલાનું મહત્વનું નિવેદન

August 27, 2025

ભારત અને અમેરિકાના સંબંધ ટેરિફને કારણે છેલ્લાં કેટલાય સમયથી તણાવમાં છે. ખરેખર, અમેરિકાએ ભારતીય નિકાસ પર 50 ટકા કસ્ટમ ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે. જેમાં 25 ટકા ટેક્સ 7 ઓગસ્ટથી જ લાગુ કરી દેવામાં આવ્યો હતો. તો બચેલો 25 ટકા ટેક્સ આજ રાત્રિથી લાગુ થશે. ટ્રમ્પના આ એલાન બાદથી બંને દેશો વચ્ચે દૂરી આવી ગઇ છે. તેમ છતાં ભારતને હજુ પણ વિશ્વાસ છે કે જલ્દી જ આવી પરિસ્થિતિઓમાં સુધાર આવશે.

મળતી માહિતી પ્રમાણે ભારતના પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શ્રૃંગલાએ ટ્રમ્પ ટેરિફ લાગુ થયા બાદ બંને દેશોને લઇને મોટું નિવેદન આપ્યુ છે. તેમણે વર્જીનિયામાં એક કાર્યક્રમમાં બોલતા કહ્યુ કે આ સ્થિતિ અસ્થાયી છે અને બંને દેશો વચ્ચે જલ્દી જ વેપાર સમજોતા પર આગળ વધશે. તેમણે એમ પણ કહ્યુ છે કે, અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફ ચિંતાનુ કારણ અવશ્ય છે, પરંતુ તેનાથી બંને દેશોની નિવ નબળી નહીં પડે.

વર્જીવિયાના રેસ્ટનમાં બોલતા પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ કે, આજથી 50 ટકા ટેરઇફ લાગુ થયો છે.તેમણે ટેરિફને લઇને કહ્યુ કે, અમે તેની અસરને ઓછી કરવા પર કામ કરી રહ્યા છીએ. તેમણે વિશ્વાસ આપતા કહ્યુ કે ભારત તેનો વિકલ્પ તૈયાર કરી રહ્યો છે. આ ક્રમમાં ભારતે ઓસ્ટ્રેલિયા, યુએઇ અને બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સમજોતો કર્યો છે અને યુરોપીય સંઘની સાથે સમજૂતી પણ લગભગ અંતિમ ચરણમાં છે. એનો મતલબ છે કે આપણે નિકાસને આ બજારો સુધી પહોચાડી શકીએ છીએ.