ભારત-પાકિસ્તાન યુદ્ધ નહી રોકે તો તેઓ પર એટલો ટેરિફ લાદીશું કે તેમનું માથું ફરવા લાગશે : ટ્રમ્પ

August 27, 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન જંગમાં પોતાના રોલની ખુમારી માંથી બહાર નિકળી જ નથી શકતા. લગભગ અનેક વખતો આ વાતને વાગોળી ચૂક્યા છે.ટ્રમ્પે ફરી એક વખત આ વાતને અમેરિકી કેબિનેટની સામે પરોસી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વખતે ફરી એક વખત દાવો કર્યો છે કે તે એ દિવસે નરેન્દ્ર મોદી જેવા શાનદાર વ્યકિત સાથે વાત કરી રહ્યા હતા.ટ્રમ્પે એ સમયે ભારત પર ભારે ટેરિફ લાદવાની ધમકી વિશે કથિત રીતે એક વાત કહી. ટ્રમ્પ પ્રમાણે તેમણે કહ્યુ હતુ કે જો ભારત-પાકિસ્તાન યુદ્ધ નહી રોકે તો તેઓ પર એટલો ટેરિફ લાદીશું કે તેમનું માથું ફરવા લાગશે.

મળતી માહિતી પ્રમાણે બુધવારે વ્હાઇટ હાઉસમાં કેબિનેટની બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યુ કે તેમણે ભારતને ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી અને કહ્યુ કે જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી ટ્રેડ ડીલ પર આગળ નહીં વધે. ટ્રમ્પે કહ્યુ કે, 'હું એક ખૂબ જ શાનદાર વ્યક્તિ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોજી સાથે વાત કરી રહ્યો છેુ..મે કહ્યુ કે તમારાં અને પાકિસ્તાન વચ્ચે શું થઇ રહ્યુ છે..નફરત ખૂબ જ હતી.