સાઉથના દિગ્ગજ સુપરસ્ટારની ધરપકડ થવાની શક્યતા, જાણો મામલો છે અતિ ગંભીર
August 27, 2025
સાઉથના દિગ્ગજ સુપરસ્ટાર વિજય સામે મદુરાઈમાં એક ઈવેન્ટ દરમિયાન TVK workerને બાઉન્સરો દ્વારા બળજબરીથી ધક્કો મારીને નીચે પછાડ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિત સરથ કુમારે આરોપ લગાવ્યો છે કે, 20 ઓગસ્ટના રોજ મદુરાઈમાં તમિલગા વેત્રી કઝગમ (Tamilaga Vettri Kazhagam)ના બીજા રાજ્ય પરિષદ દરમિયાન તેમને ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમની છાતીમાં ઈજા પહોંચી હતી. સરથકુમારે પેરામ્બલુર એસપીની ઓફિસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ કુન્નમ પોલીસે વિજય અને તેના બાઉન્સરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તાજેતરમાં મદુરાઈ જિલ્લાના પારાપથીમાં તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના બીજા રાજ્ય સમ્મેલનમાં એક્ટર વિજયે ભાગ લીધો હતો, હવે તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ટીવીકેની રેલીમાં ભીડ સાથે કથિત રીતે મારપીટ કરવાના આરોપમાં વિજય અને અન્ય 10 લોકો સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. સમ્મેલન દરમિયાન વિજયના બાઉન્સરોએ રેમ્પ પર ચઢવાનો પ્રયાસ કરતી વખતે કાર્યકર્તા શરથકુમારને બળજબરીથી ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ પડી ગયા હતા અને તેમની છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ સરથકુમાર પોતાના સાથીદારો સાથે પેરામ્બલુર જિલ્લા પોલીસ અધિક્ષક કાર્યાલય પહોંચ્યા, જ્યાં તેમણે ગંભીર મામલોમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે અહીં હાજર પત્રકારોને જણાવ્યું કે ટીવીકે ચીફ વિજયના બાઉન્સરોએ અમારી સાથે મારપીટ કરી, જેના પછી તેમને છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો હતો. કાર્યકર્તાની ફરિયાદ પર કુન્નમ પોલીસે વિજય અને સુરક્ષા સ્ટાફ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કાર્યક્રમ સ્થળ પર 1.5 લાખથી વધુ લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં પાર્ટીના સ્થાપક નેતા વિજયની એક ઝલક જોવા માટે વહેલી સવારમાં ભીડ એકઠી થઈ ગઈ હતી. બીજી એક વાયરલ ક્લિપમાં એક ચાહક વિજયનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે ખતરનાક રીતે રેલિંગ પર લટકી રહ્યો હતો. ત્યારબાદ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ તેને નીચે આવવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ વિજય તેની પાસે ગયો અને મામલો શાંત કરાવ્યો.
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ લેવલ પર પહ...
04 December, 2025
ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો...
04 December, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપક...
04 December, 2025
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષન...
04 December, 2025
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓ...
03 December, 2025
હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર...
03 December, 2025
IND vs SA | ઋતુરાજ ગાયકવાડની વનડે કરિયરની પ્રથમ સદ...
03 December, 2025
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની...
03 December, 2025
બુધવારે લાલ નિશાનમાં શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 24...
03 December, 2025
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની સુરક્ષામાં...
03 December, 2025