વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાતા ભારે રોષ, શંકાસ્પદોની અટકાયત
August 26, 2025
વડોદરા : વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર મંગળવારે (26મી ઓગસ્ટ) વહેલી સવારે મદાર માર્કેટ નજીક અજાણ્યા શખસોએ ઈંડા ફેંક્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ શાંતિપ્રિય શહેરમાં તંગદિલીનું વાતાવરણ સર્જી દીધું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાની જાણ થથા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ ત્રણ જેટલા વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે.
વડોદરામાં એક તરફ ગણેશ ઉત્સવની પૂર્વ તૈયારી જ ચાલી રહી છે ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાની સ્થાપના થઈ રહી છે વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. માંજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની સ્થાપના કરતા પૂર્વે આગમન યાત્રા કાઢવામાં આવે છે. ત્યારે મંગળવારે (26મી ઓગસ્ટ) વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન પાણીગેટથી માંડવી તરફ આગમન યાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે સીટી પોલીસ સ્ટેશનની નજીક કેટલાક અસામાજિક તત્ત્વોએ ગણેશજીની પ્રતિમા પર ઈંડાં ફેકી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.
ગણેશજીની મૂર્તિ પર પર ઈંડા ફેકતા ભારે હોબાળો થયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોકને સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો અને ઈંડાં ફેકનાર તત્ત્વો સામે કાર્યવાહી કરવા ગણેશ મંડળ દ્વારા અરજી આપવામાં આવી હતી. આ બનાવવાની જાણ થતા કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલ ભાજપના કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ ઘટનાને વખોડી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવા માંગણી કરી હતી. હાલમાં આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને શંકાસ્પદ ત્રણ જેટલા વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે.
Related Articles
ગોધરા નજીક ગમખ્વાર અકસ્માત: લગ્નમાં જતા વડોદરાના પરિવારની કાર રેલિંગ કૂદી, 5 લોકો હવામાં ફંગોળાયા
ગોધરા નજીક ગમખ્વાર અકસ્માત: લગ્નમાં જતા...
Nov 13, 2025
આજે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, મહેસાણા-અમદાવાદના કાર્યક્રમમાં આપશે હાજરી
આજે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશ...
Nov 12, 2025
ગુજરાતમાં પરપ્રાંતીયો ડબલિયા મતદારની ભૂમિકા ભજવતા હોવાની શંકા, હાલમાં બિહાર પહોંચ્યા
ગુજરાતમાં પરપ્રાંતીયો ડબલિયા મતદારની ભૂમ...
Nov 12, 2025
અમરેલીમાં હુમલાખોરોનો યુવક પર જીવલેણ હુમલો, બંને પગ કાપી નાખ્યા
અમરેલીમાં હુમલાખોરોનો યુવક પર જીવલેણ હુમ...
Nov 12, 2025
ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી અચાનક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં ખળભળાટ
ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી અચાનક...
Nov 11, 2025
નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ; ચારની ધરપકડ, એકને પગમાં ગોળી વાગી
નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં...
Nov 11, 2025
Trending NEWS
12 November, 2025
12 November, 2025
12 November, 2025
12 November, 2025
12 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025