ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં પૂરથી તારાજી, ગામમાં જવાના પુલનો રસ્તો ધોવાયો

August 26, 2025

ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં પુર આવ્યું હતું જેના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છએ. ખેડબ્રહ્મા ગામમાં જવાનો આરસીસીથી બનાવેલો પુલનો રસ્તો ધોવાઈ ગયો છે. એક વર્ષ પહેલા જ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. રોડમાં નબળી કામગીરી કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી હરણાવ નદીમાં પુર આવ્યું છે.