પદયાત્રામાં કેજરીવાલ પર હુમલાનો પ્રયાસ, AAPનો ભાજપ પર આક્ષેપ
October 25, 2024
દિલ્હી : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ આજે વિકાસપુરીમાં પદયાત્રા કરી રહ્યા હતા, ત્યારે આ હુમલો કરવાનો પ્રયાસ કરાયો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, આ હુમલો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. AAPએ પોલીસ પર પણ આક્ષેર કર્યો છે કે, કેજરીવાલ હુમલો કરવામાં આવ્યો ત્યારે દિલ્હી પોલીસે ભાજપના ગુંડાઓને ન રોક્યા.
આપના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, કેજરીવાલ પર થયેલો હુમલો ખૂબ જ નિંદનીય અને ચિંતાજનક છે. એ સ્પષ્ટ છે કે, આ હુમલો ભાજપે પોતાના ગુંડાઓ દ્વારા કરાવ્યો છે. જો કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની રહેશે. અમે ડરવાના નથી. આમ આદમી પાર્ટી પોતાના મિશન પર અડગ રહેશે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, વિકાસપુરી પદયાત્રા દરમિયાન ભાજપ સાથે સંકળાયેલા લોકોએ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. ઈડી અને સીબીઆઈ અને જેલમાં પણ વાત ન બની તો હવે ભાજપવાળાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલાઓ કરાવી રહ્યા છે. જો કેજરીવાલને કંઈ પણ થશે તો, તેની જવાબદાર ભાજપ હશે.
Related Articles
રેલવે-ઍક્સિડન્ટમાં જીવ ગુમાવનારા ૨૩ ટકા લોકોની ઓળખ નથી થઈ શકતી
રેલવે-ઍક્સિડન્ટમાં જીવ ગુમાવનારા ૨૩ ટકા...
Mar 23, 2026
15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને...
Mar 23, 2026
પહેલી મેથી શરૂ થશે આદિ કૈલાશ યાત્રાનો પ્રારંભ
પહેલી મેથી શરૂ થશે આદિ કૈલાશ યાત્રાનો પ્...
Mar 23, 2026
ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી લીક કરતો હોવાના આરોપ હેઠળ ધરપકડ
ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ...
Mar 23, 2026
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતમાં હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે નિર્ણય
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતમાં હાઈ-લેવલ...
Mar 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બા...
Mar 22, 2026
Trending NEWS
22 March, 2026
22 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026