ગાંધીનગર મહા નગરપાલિકામાં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા
March 20, 2026
પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, ગાંધીનગર મહા નગરપાલિકાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઉપેન્દ્રકુમાર ક્રાંતિલાલ સુતરીયાએ વાહનોના ઓર્થોરાઇઝ ડીલર પાસે 1 લાખની લાંચની માંગણી કરતાં ફરિયાદીએ ACBને જાણ કરી હતી. આ પછી ACBએ છટકુ ગોઠવીને આરોપી ઉપેન્દ્રને ગાંધીનગરની ઓફિસમાંથી લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. ફરિયાદી વાહનોના ઓર્થોરાઇઝ ડીલર પાસેથી વાહનોના ખરીદ વેચાણ કરવાનો ધંધો કરે છે. ફરિયાદીએ એક ગ્રાહકને વાહન વેચ્યું હતું, જેમાં મહા નગરપાલિકામાં વાહનના ટેક્સ ભરવા બાબતે વિસંગતતા ઊભી થઈ હતી. સમગ્ર મામલે આરોપી ઉપેન્દ્રએ ટેક્સ ભરવાની બાબતે ફરિયાદ ન કરવા અને એજન્સીનું લાયસન્સ રદ ન કરવા માટે ફરિયાદી પાસે રૂ.1 લાખની લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ ગાંધીનગર ACBનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ACBએ લાંચના છટકાનું આયોજન કરીને આરોપીએ રંગે હાથે પકડી પાડે છે.
Related Articles
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલસાડ-સુરતમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલ...
Jun 22, 2026
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો ક...
Jun 21, 2026
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે બે સંગઠનો આમનેસામને આવતા તંગદીલી
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ...
Jun 21, 2026
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહ...
Jun 20, 2026
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્...
Jun 19, 2026
વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત
વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત...
Jun 17, 2026
Trending NEWS
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
20 June, 2026