ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે હુમલામાં IRGC પ્રવક્તા અલી મોહમ્મદના મોતની પુષ્ટિ
March 20, 2026
વોશિંગ્ટન : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધમાં આજે ટોચના વધુ બે અધિકારીના મોત થયા હોવાનો અહેવાલો સામે આવ્યા છે. ઈરાને કહ્યું કે, ઈઝરાયલના હુમલામાં ઈસ્લામિક રિવ્યૂલેશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)ના પ્રવક્તા અલી મોહમ્મદ નૈની મોત થયું છે. જ્યારે અન્ય એક હુમલામાં ઈરાનના બાસીજ ફોર્સના ગુપ્તચર વડા જનરલ ઈસ્માઈલ અહમદીનું પણ મોત થયું છે.
ઈરાની સૈન્યના તમામ દળોના સર્વોચ્ચ વડા અને IRGCના કમાન્ડર ઈન-ચીફ હુસૈન સલામીએ 2024માં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરીગાર્ડ કૉર્પ્સના પ્રવક્તા તરીકે અલી મોહમ્મદ નૈનીની નિમણૂક કરી હતી. 1957માં જન્મેલા નૈની ઈરાન-ઈરાક યુદ્ધના અનુભવી સૈનિક હતા, જેમાં તેઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ ઉપરાંત નૈની સેકન્ડ બ્રિગેડિયર જનરલનું પણ પણ સંભાળતા હતા. તેઓ IRGCના નિવેદનો પણ જારી કરતા હતા.
ઈઝરાયલે કહ્યું છે કે, તેણે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ સ્થળો અને ડિફેન્સ સિસ્ટમ બિલ્ડિંગો સહિત 130થી વધુ સ્થળો પર હુમલા કર્યા હતા. આ પહેલા 17 માર્ચે ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ એરસ્ટ્રાઇકમાં ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાની અને તેમના પુત્ર મોર્તઝા લારિજાનીનું મૃત્યુ થયું છે. લારિજાની તેહરાનના ઉત્તર-પૂર્વમાં આવેલા પરદિસ વિસ્તારમાં પોતાની પુત્રીના ઘરે રોકાયા હતા. ઈઝરાયલી સેનાએ ચોક્કસ બાતમીના આધારે લારિજાનીને ટાર્ગેટ બનાવીને આ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં માત્ર અલી લારિજાની જ નહીં, પરંતુ તેમની સાથે રહેલા તેમના પુત્ર મોર્તઝા, સુરક્ષા બાબતોના ડેપ્યુટી અલીરેઝા બાયાત અને કેટલાક બોડીગાર્ડ્સના પણ ઘટનાસ્થળે જ મોત થયા હતા.
Related Articles
કતારના બરજાન ગેસ પ્લાન્ટમાં ગેસ ટર્મિનલ ફરી ચાલુ કરતી વખતે વિસ્ફોટ, 54 કર્મચારીઓ ઘાયલ, 18 લાપતા
કતારના બરજાન ગેસ પ્લાન્ટમાં ગેસ ટર્મિનલ...
Jun 22, 2026
કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થતાની અસર: અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસમાં ફાઈનલ ન્યૂક્લિયર ડીલ કરવા સંમતિ
કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થતાની અસર: અમ...
Jun 22, 2026
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણાની અસર: ક્રૂડ ઓઇલ 80 ડૉલર નીચે ગગડતાં શેરબજાર અને સોના-ચાંદીમાં મોટો ઉછાળો
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણાની અસર: ક્રૂડ...
Jun 22, 2026
આકાશથી સમુદ્ર સુધી તાઇવાન ઘેરાયું, ચીનના ફાઇટર જેટ્સ અને યુદ્ધ જહાજો તૈનાત
આકાશથી સમુદ્ર સુધી તાઇવાન ઘેરાયું, ચીનના...
Jun 21, 2026
યુદ્ધને કારણે 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ, દુનિયામાં મોટી આર્થિક તબાહીના સંકેત
યુદ્ધને કારણે 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ, દુન...
Jun 21, 2026
શિકાગોમાં કારમાં આવેલા હુમલાખોરો દ્વારા ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 12થી વધુ ઇજાગ્રસ્ત
શિકાગોમાં કારમાં આવેલા હુમલાખોરો દ્વારા...
Jun 21, 2026
Trending NEWS
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
20 June, 2026