Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

81 વર્ષના ‘દાદી’ને 24 વર્ષના યુવક સાથે થયો પ્રેમ, એરપોર્ટ પર ફિલ્મી સ્ટાઈલમાં મળ્યા બંને

August 04, 2026

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી… આ કહેવત તમે અવારનવાર સાંભળી હશે, પરંતુ જ્યારે આ સત્ય સાબિત થાય છે, ત્યારે દુનિયા હેરાન રહી જાય છે. સોશિયલ મીડિયા પર આજકાલ આવો જ એક અનોખો કિસ્સો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેણે દરેકને વિચારવા મજબૂર કરી દીધા છે. ફ્રાન્સની રહેવાસી 81 વર્ષની એક મહિલાને ઈન્ટરનેટ દ્વારા આફ્રિકી દેશ સેનેગલના 24 વર્ષના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. બે વર્ષ સુધી મળ્યા વગર માત્ર વીડિયો કોલ અને મેસેજ પર વાત કર્યા પછી, આ વૃદ્ધ મહિલાએ પોતાના પ્રેમીને મળવા માટે હજારો કિલોમીટરનું અંતર કાપી નાખ્યું, અને સેનેગલ પહોંચી ગઈ. એરપોર્ટ પર બંનેના મિલનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, અને તેના પર જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આજના ડિજિટલ યુગમાં અંતર કોઈ માયને નથી રાખતું, અને આ કપલે તેને સાબિત પણ કરી દીધું છે. 81 વર્ષની ફ્રેન્ચ મહિલા અને 24 વર્ષના સેનેગલના યુવક વચ્ચે 57 વર્ષની મોટી ઉંમરનું અંતર છે. બે વર્ષ સુધી સતત ઓનલાઈન જોડાયેલા રહ્યા પછી, જ્યારે મહિલાએ સેનેગલના એરપોર્ટ પર પગ મુક્યો, તો બંને એકબીજાને ફિલ્મી સ્ટાઇલમાં ગળે મળતા જોવા મળ્યા. આ અનોખી ક્ષણનો વીડિયો કોઈકે કેમેરામાં કેદ કરી લીધો, જે હવે ઈન્ટરનેટ પર સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. આ સંબંધ માત્ર મળવા પૂરતો જ સીમિત નથી, પરંતુ આ કપલે પોતાના સંબંધને એક ડગલું આગળ વધારવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સ મુજબ, સેનેગલમાં મુલાકાત પછી, હવે આ જોડું ફ્રાન્સ પરત ફરવાની તૈયારી કરી રહ્યું છે. તેમની યોજના સપ્ટેમ્બર 2026માં સત્તાવાર રીતે લગ્ન કરવાની છે. આ નિર્ણય સામે આવ્યા પછી સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો તેને ઉંમરની પરવા કર્યા વગરનો સાચો પ્રેમ માની રહ્યા છે, તો ઘણા લોકો તેને લઈને સવાલો પણ ઉઠાવી રહ્યા છે.