અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો 'ધર્મ ધ્વજ

November 21, 2025

અયોધ્યા : અયોધ્યામાં 25 નવેમ્બરે રામમંદિરના શિખર પર વિશાળ ધ્વજ ફરકાવવાનો સમારોહ યોજાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં સેનાના જવાનો પણ ધ્વજારોહણની પ્રક્રિયામાં વિશેષ ભૂમિકા નિભાવવાના છે. આ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે ચાલો જાણીએ કે 22 ફૂટ લાંબા, 11 ફૂટ પહોળા, 2.5 કિલો વજનના આ •Ýધર્મ ધ્વજ’ની બીજી કઈ ખાસિયત છે. રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ •Ýધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે 'સૂર્ય ધ્વજ' તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.
આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.
- ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ 
- પહોળાઈ- 11 ફૂટ 
-વજન- 2.5 કિલો 

રંગ- કેસરી

ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ

મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક

આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે) 

ધ્વજનો થાંભલો અમદાવાદમાં બનાવાયો છે