ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
June 12, 2026
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાળ ગામમાંથી વન્ય પ્રાણીના હુમલાની એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘંટીયાળ ગામની સીમમાં આવેલી પારસ સોજીત્રા નામના ખેડૂતની વાડીએ સિંહણે એક માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ 7 વર્ષના બાળકને ખેતરમાં દૂર સુધી ઢસડી ગઈ હતી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક બાળક અહીં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને શ્રમિકોમાં વન વિભાગ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પરિવારે બાળકના શબને સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, વન્ય પ્રાણીઓના આતંકની આ કોઈ પ્રથમ ઘટના નથી. એકલા ઘંટીયાળ ગામે જ વન્ય પ્રાણી દ્વારા હુમલો કરાયો હોય તેવી આ ત્રીજી ઘટના છે. જ્યારે સમગ્ર બગસરા પંથકની વાત કરીએ તો, અત્યાર સુધીમાં વન્ય પ્રાણીઓના હુમલાની કુલ 22 જેટલી નાની-મોટી ઘટનાઓ ઘટી ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ કોઈ નક્કર પગલાં ભરતું ન હોવાથી રોજબરોજ નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.
આ કરુણ ઘટના બાદ મૃતક બાળકના પરિવારે અને સ્થાનિક આગેવાનોએ વન વિભાગ સામે આરપારની લડાઈ આદરી છે. તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતા આક્રોશપૂર્વક જણાવ્યું છે કે, "જ્યારે પણ વન્ય પ્રાણીઓ હુમલો કરીને કોઈનો જીવ લે છે, ત્યારે વન વિભાગના અધિકારીઓ માત્ર ઘટનાસ્થળે આવીને ઠાલા આશ્વાસનો આપીને જતા રહે છે. પરંતુ હવે પાણી માથા પરથી ગયું છે." પરિવારે માંગ કરી છે કે રાજ્યના વનમંત્રી પોતે અહીં આવે અને લેખિતમાં ખાતરી આપે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ક્યારેય નહીં બને, ત્યાર બાદ જ તેઓ બાળકના શબનો સ્વીકાર કરશે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026